________________
૩૮
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
વિજયદ્વારનું બાહ્ય વર્ણન – બંને નિષીદિકાઓ(ચોતરા)ની સામે બે તોરણ છે. પ્રત્યેક તોરણની સામે બબ્બે પૂતળીઓ છે. નાગદત, હસ્તિયુગલ, અશ્વયુગલ, નર-કિન્નર, કિંધુરસ યુગલ, મહોરગ, ગંધર્વ અને ઋષભયુગલ છે. આ પ્રમાણે અનેક મંગલરૂપ દર્શનીય બબ્બે પદાર્થ છે. બંને નિષીદિકાઓ ઉપર બબ્બે સિંહાસન, છત્ર, ચામર આદિ છે.
દ્વાર ઉપર ૧૦૮) ધ્વજાઓ છે. દરવાજાની ઉપર ૯ ભવન છે. પાંચમા ભવનમાં વિજયદેવનું સિંહાસન છે. તેની આસપાસ તેના દેવ-દેવીઓના ભદ્રાસનો છે. એ રીતે આ મધ્યમ ભવનમાં પરિવાર સહિત બેસવા યોગ્ય સંપૂર્ણ વ્યવસ્થા છે. અન્ય આઠ ભવનમાં એક-એક સિંહાસન છે. વિજયદેવનો પરિવાર :- ૪,000 સામાનિક દેવ, ૪,000 અગ્રમહિષીનો પરિવાર, ૮,૦૦૦આત્યંતર પરિષદના દેવો, મધ્યમ પરિષદના ૧૦,૦૦૦દેવો, બાહ્ય પરિષદના ૧૨,૦૦૦ દેવો, ૭ સેનાપતિ, ૧૬,૦૦૦ આત્મરક્ષક દેવો, આ દરેક દેવો માટે પાંચમા ભવનમાં ભદ્રાસન છે. વિજયદ્વારના વિજય નામના માલિક દેવ અહીં રહે છે. તેની સ્થિતિ એક પલ્યોપમની છે. વિજયદેવની રાજધાની – પૂર્વ દિશામાં અસંખ્ય દ્વીપ સમુદ્રો પછી જ્યાં બીજો જંબૂદ્વીપ છે ત્યાં ૧૨,૦૦૦ યોજન અંદર ગયા પછી વિજયદેવની વિજયા નામની રાજધાની છે. તે ૧૨,૦૦૦ યોજનની લાંબી-પહોળી અને ગોળ છે. તેની ચારે બાજુ ૩૭યોજન ઊંચો કિલ્લો(ગઢ) છે. તે મૂળમાં ૧રાયોજન પહોળો છે, મધ્યમાં વ્ર યોજન પહોળો અને ઉપર ૩ યોજન ને અર્ધ ગાઉ પહોળો છે. વિજયા રાજધાનીમાં કુલ ૫૦૦ દરવાજા છે. તે દ્વાર રા યોજન ઊંચા અને ૩૧ યોજન પહોળા છે. શેષ વર્ણન ઉપરોક્ત દ્વારના વર્ણનની સમાન જાણવું.
વિજયારાજધાનીનું બાહ્ય અને આત્યંતરવર્ણન પ્રાયઃ સૂર્યાભદેવના સૂર્યાભ વિમાન સદેશ છે. તેના માટે જુઓ– રાયપટેણીય સૂત્ર, સારાંશ ખંડ–૭. શેષ ત્રણ દ્વાર – મેરુ પર્વતથી પૂર્વદિશામાં સ્થિત વિજયદ્વારનની સમાન દક્ષિણ દિશામાં વિજયંત દ્વાર અને વિજયંતદેવ તથા તેની વિજયંતા રાજધાની, પશ્ચિમ દિશામાં જયંત દ્વાર, જયંત દેવ અને તેની જયંતા રાજધાની અને ઉત્તરદિશામાં અપરાજિતકાર, અપરાજિત દેવ અને અપરાજીત રાજધાની છે. ચારે દ્વારની વચ્ચે ૭૯,૦પર યોજન દેશોન બે કોશ સાધિક અંતર છે. ઉપસંહારઃ- લવણ સમુદ્રના અંતિમ પ્રદેશો જેબૂદ્વીપથી સ્પષ્ટ છે અને જેબૂદ્વીપના અંતિમ પ્રદેશો લવણ સમુદ્રથી સ્પષ્ટ છે પરંતુ તે પ્રદેશો તેમની જ મર્યાદાના કહેવાય છે. જંબૂઢીપમાંથી મરીને કેટલાય જીવો લવણ સમુદ્રમાં ઉત્પન્ન થાય છે અને લવણ સમુદ્રના કેટલાક જીવ મરીને, જંબૂદ્વીપમાં ઉત્પન્ન થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org