SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત (૫) વેદ માર્ગણા :– ત્રણે વેદમાં ઓઘવત્ બંધ નવમાં ગુણસ્થાન સુધી. (૬) કષાય માર્ગણા− અનંતાનુબંધી ચતુષ્ક બીજા ગુણસ્થાન સુધી. અપ્રત્યાખ્યાની ચોક ચોથા ગુણસ્થાન સુધી, પ્રત્યાખ્યાનાવરણ ચોક પાંચમાં ગુણસ્થાન સુધી, સંજ્વલન ચોક નવમાં ગુણસ્થાન સુધી હોય છે. બંધની પ્રકૃતિ ઓઘવત્. (૭) જ્ઞાન માર્ગણા— ત્રણ જ્ઞાનમાં સમુચ્ચય ૭૯નો બંધ. સમુચ્ચયના બંધની ચોથા ગુણસ્થાનની ૭૭ પ્રકૃતિ અને આહારક દ્વિક વધે. ચોથા ગુણસ્થાનથી બારમાં ગુણસ્થાન સુધી બંધ પ્રકૃતિ ઓઘવત્. મનઃ પર્યાવજ્ઞાનમાં સમુચ્ચયમાં ૫ પ્રકૃતિનો બંધ. છઠ્ઠા ગુણસ્થાનથી ૧૨મા સુધી ઓઘવત્. કેવળ જ્ઞાનમાં ૧૩મા ગુણસ્થાનમાં બંધ એક પ્રકૃતિનો, ૧૪મા ગુણસ્થાનમાં બંધ નથી. ત્રણ અજ્ઞાનમાં સમુચ્ચય ૧૧૭ પ્રકૃતિનો બંધ. પહેલા અને ત્રીજા ગુણસ્થાનમા બંધ ઓઘ પ્રકૃતિવર્તી. (૮) સંયમ માર્ગણા— સામાયિક, છેદોપસ્થાપનીયમાં સમુચ્ચય ૫ પ્રકૃતિનો બંધ. છઠાથી નવ ગુણસ્થાન સુધી ઓઘવત્. પરિહાર વિશુદ્ધિ ચારિત્રમાં સમુચ્ચય ૫. છઠા, સાતમાં ગુણસ્થાનમાં ઓઘવત્. સૂક્ષ્મ સંપરાય ચારિત્રમાં સમુચ્ચય ૧૭ અને દશમા ગુણસ્થાનમાં ૧૭. યથાખ્યાતમાં ૧નો બંધ. દેશ વિરતિમાં ઓઘ અને પાંચમાં ગુણસ્થાનમાં ૬૭નો બંધ. અસંયમમાં સમુચ્ચય ૧૧૮નો બંધ, આહારક દ્વિક નથી. ચોથા ગુણસ્થાન સુધી ઓઘવત્. (૯) દર્શન માર્ગણા— ચક્ષુ દર્શન અચક્ષુ દર્શનમાં ૧૨ ગુણસ્થાન સુધી ઓઘવત્. અવિધ દર્શનમાં સમુચ્ચય બંધ ૭૯નો. ચોથાથી ૧૨માં ગુણસ્થાન સુધી સમુચ્ચય સુધી, કેવળ દર્શનમાં એક પ્રકૃતિનો બંધ. (૧૦) લેશ્યા માર્ગણા— કૃષ્ણ, નીલ, કાપોત લેશ્યામાં સમુચ્ચય ૧૧૮નો બંધ હોય છે. આહારક દ્વિક નહીં. ૪ ગુણસ્થાનમાં ઓઘવત્. તેજોલેશ્યામાં સમુચ્ચય ૧૧૧ પ્રકૃતિનો બંધ, સૂક્ષ્મત્રિક, વિકલેન્દ્રિય ત્રિક, નરક ત્રિક એમ નવ જાય. પહેલા ગુણસ્થાનમાં ૧૦૮નો બંધ, આહારક દ્વિક અને જિન નામ નહીં. બીજા ગુણસ્થાનમાં ૧૦૧નો બંધ. નપુંસક ચોક, એકેન્દ્રિયત્રિક એ ૭ જાય. આગળ ૭માં ગુણસ્થાન સુધી ઓઘવત્. પદ્મ લેશ્યામાં સમુચ્ચય ૧૦૮નો બંધ, ૪ ત્રિકની ૧૨ પ્રકૃતિ જાય. પહેલા ગુણસ્થાનમાં ૧૦૫, આહારક દ્વિક જિન નામ જાય. બીજા ગુણસ્થાનથી સાતમાં ગુણસ્થાન સુધી ઓઘવત્. શુક્લ લેશ્યામાં સમુચ્ચય ૧૦૪ પ્રકૃતિનો બંધ, ૧૬ જાય– તિર્યંચ ત્રિક, ઉદ્યોત નામ, નરક ત્રિક, સૂક્ષ્મ ત્રિક, વિકલત્રિક એકેન્દ્રિય ત્રિક. પહેલા ગુણસ્થાનમાં ૧૦૧, ઓઘ વાળી ત્રણ જાય. બીજા ગુણસ્થાનમાં ૯૭, નપુંસક ચોક નથી. ત્રીજામાં ૭૪, ચોથામાં ૭૭, શેષ ઓઘવત્. (૧૧) ભવી માર્ગણા— ભવી પર્યાપ્તામાં ઓઘવત્. અપર્યાપ્તામાં ઓઘ તથા પહેલા ગુણસ્થાનમાં ૧૦૯, જિન એકાદશ નથી. બીજા ગુણસ્થાનમાં૯૬ તથા ૯૪. ચોથા ગુણસ્થાનમા ૭૧નો બંધ હોય છે, ચોવીસ જાય, જિન નામ વધે. અભવી પર્યાપ્તામાં સમુચ્ચય તથા પહેલા ગુણસ્થાનમાં ૧૧૭નો બંધ. અપર્યાપ્તામાં ૧૦૯, જિન એકાદશ જાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004929
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 6
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy