________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
સ્થિતિઃ– (૧) સમુચ્ચય નપુંસકની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ૩૩ સાગર. (૨) નારકી નપુંસકની સ્થિતિ જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ ૩૩ સાગર. (૩) તિર્યંચ નપુંસકની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ કરોડપૂર્વ. (૪) સામાન્ય મનુષ્ય નપુંસકની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ કરોડપૂર્વ, ધર્માચારણી મનુષ્ય નપુંસકની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ દેશોન કરોડ પૂર્વ.
રર
અકર્મભૂમિ આદિના નપુંસકની સ્થિતિ જન્મની અપેક્ષા જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ પણ અંતર્મુહૂર્ત. સંહરણની અપેક્ષા જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ દેશોન ક્રોડપૂર્વ. કાયસ્થિતિ :– (૧) સમુચ્ચય નપુંસકની કાયસ્થિતિ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ વનસ્પતિ કાલ (૨) નારક નપુંસકની જઘન્ય ૧૦૦૦૦ વર્ષ ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમ (૩) તિર્યંચ નપુંસકની જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ વનસ્પતિ કાલ. તેમાં ચાર સ્થાવરની અસંખ્ય કાલ, વનસ્પતિની અંનતકાલ, વિકલેન્દ્રિયની સંખ્યાતા કાલ, પંચેન્દ્રિયની અનેક(આઠ) કરોડપૂર્વ (૪) સામાન્ય મનુષ્ય નપુંસકની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનેક(આઠ) કરોડ પૂર્વ. ધર્માચારણીની જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ દેશોન કરોડ પૂર્વ.
અકર્મભૂમિ આદિના નપુંસકની કાયસ્થિતિ જન્મની અપેક્ષા જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પણ અંતર્મુહૂર્ત. સંહરણની અપેક્ષા જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ દેશોન ક્રોડપૂર્વ.
અંતર :– (૧) સમુચ્ચય નપુંસકનું અંતર જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અનેક સો સાગરોપમ (૨) નારકીનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ વનસ્પતિકાલ (૩) તિર્યંચનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ સમુચ્ચયવત્, એકેન્દ્રિયનું ઉત્કૃષ્ટ અંતર ૨૦૦૦ સાગરોપમ અધિક સંખ્યાતા વર્ષ, ચાર સ્થાવરનું ઉત્કૃષ્ટ અંતર વનસ્પતિ કાલ, વનસ્પતિનું અંતર ઉત્કૃષ્ટ અસંખ્ય કાલ, બેઇન્દ્રિય આદિનું ઉત્કૃષ્ટ અંતર વનસ્પતિ કાલ (૪) સામાન્ય મનુષ્ય નપુંસકનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ વનસ્પતિ કાલ, ધર્માચારણીનું જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ દેશોન અર્ધપુદ્ગલ પરાવર્તન, અકર્મભૂમિ નપુંસકનું અંતર જન્મ અને સાહરણની અપેક્ષાથી જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ વનસ્પતિકાલ.
અલ્પબહુત્વ :– સર્વથી થોડા મનુષ્ય નપુંસક, તેનાથી નારકી અસંખ્યાત ગુણા, તેનાથી તિર્યંચ અનંત ગુણા.
નપુંસક વેદનો બંધ : જઘન્ય એક સાગરોપમના સાતિયા બે ભાગ(), પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન; ઉત્કૃષ્ટ ૨૦ ક્રોડાક્રોડી સાગરોપમ અબાધાકાલ ૨૦૦૦ વર્ષનો. નપુંસક વેદનું સ્વરૂપ મહાનગરના દાહ સમાન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org