________________
તત્ત્વશાસ્ત્ર: પ્રજ્ઞાપના સૂત્રનો સારાંશ
૧૮૯
ઓછું થઈ જાય છે તેથી એક દિવસ કર્મોનો પ્રભાવ પૂર્ણરૂપથી ધ્વસ્ત નષ્ટ થઈ જાય છે અને આત્મા સદાને માટે કર્મોથી તેમજ કર્મબંધ અને તેના ફળ ભોગવવાથી દૂર થઈ જાય છે અર્થાત્ પૂર્ણરૂપે મુક્ત થઈ જાય છે. તે શાશ્વત સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરી લે છે. કર્મોનું વેદન તેમજ કર્મફળના પ્રકાર – ૨૪ દંડકના સમસ્ત જીવ જ્ઞાનાવરણીય આદિ આઠેય કર્મોનું વેદન કરે છે. તે કર્મ સ્વયં જીવના દ્વારા બાંધેલા અને સંચિત કરેલા હોય છે અને તે સ્વતઃ વિપાકને–ઉદયને પ્રાપ્ત થાય છે. આ રીતે તે કર્મજીવથી જ કૃત,નિવર્તિત તેમજ પરિણામિત હોય છે, સ્વતઃ ઉદીરિત હોય છે અથવા પરથી પણ ઉદારિત હોય છે, તેમજ તેને યોગ્ય ગતિ, સ્થિતિ, ભવને પ્રાપ્ત થઈને તે કર્મ પોતાના વિશિષ્ટ ફળને પ્રગટ કરે છે. જેમ કે– નરક ગતિને પ્રાપ્ત થતાં વિશિષ્ટ અશાતા વેદનીય, મનુષ્ય-તિર્યંચ ભવમાં વિશિષ્ટ નિદ્રા, દેવભવમાં વિશિષ્ટ સુખ આદિ અનુભવ કરાવે છે. આઠે કર્મોના વિપાકના અનેક પ્રકાર છે જેમકે૧. જ્ઞાનાવરણીય કર્મના ૧૦ પ્રકારના વિપાક – જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ તેમજ કેવલ આ પાંચ પ્રકારના જ્ઞાનનું આવરણ હોય છે. પ્રસ્તુતમાં જ્ઞાનાવરણીયનાવિપાકદર્શાવતાં મતિજ્ઞાનવરણીયના પરિણામ રૂપ ૧૦ પ્રકાર કહ્યા છે. જે પાંચ ઇન્દ્રિયોથી સંબંધિત છે.
જોકે દ્રવ્યેન્દ્રિયો નામ કર્મથી સંબંધિત છે તો પણ ભાવેન્દ્રિયનો સંબંધ જ્ઞાનાવરણીયથી છે. ઉપકરણરૂપ જે બાહ્ય આવ્યેતર શ્રોતેન્દ્રિય(કાન) છે તે નામ કર્મના ઉદયથી પ્રાપ્ત થાય છે. તેમજ તેની લબ્ધિ અને ઉપયોગ ભાવેન્દ્રિય છે, તે જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી પ્રાપ્ત થાય છે. તેનું (ભાવેન્દ્રિયનું) આવરણ થવું તે જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી થાય છે. તેના ક્ષયોપશમની પ્રાપ્તિ તે "લબ્ધિ' રૂપ છે અને તેનાથી પ્રાપ્ત વિષયમાં ઉપયુક્ત થવું, તે વિષયને સારી રીતે ગ્રહણ કરવું, સમજવું તે “ઉપયોગ’ રૂપ છે.
(૧થી૫) પાંચ ઈન્દ્રિયોના ક્ષયોપશમને આવરિત (બાધિત) કરવું. (૬થી૧૦) પાંચ ઇન્દ્રિયોના ઉપયોગને અર્થાત્ તેનાથી થનારા જ્ઞાનને બાધિત કરવું. આ દશ પ્રકારનો વિપાક જ્ઞાનાવરણીય કર્મના ઉદયનો બતાવી દીધેલ છે. આ કર્મના ઉદયથી જીવ જાણવા યોગ્યને પણ જાણી શકતો નથી, જાણવાની ઇચ્છા હોવા છતાં પણ જાણી શકતો નથી અને જાણીને પણ ફરી જાણી શકતો નથી અર્થાત્ ઉપયોગ કરી શકતો નથી. તેનું પૂર્વનું તે જ્ઞાન નાશ થઈ જાય છે. ૨. દર્શનાવરણીય કર્મના ૯ પ્રકારના વિપાક :- (૧ થી ૪) ચક્ષુ, અચક્ષુ, અવધિ અને કેવલ આ ચાર દર્શનને બાધિત કરવા. (૫) નિદ્રા–સામાન્યસ્વાભાવિક નીંદર આવવી (૬) નિદ્રા-નિદ્રા-પ્રગાઢ નિદ્રા આવવી (૭) પ્રચલા–બેઠા બેઠા નીંદર આવવી (2) પ્રચલા-પ્રચલા- ચાલતાં ચાલતાં નીંદર આવવી (૯) ત્યાનદ્ધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org