________________
૧૮૮
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીતા
(૨) સ્થિતિબંધઃ- કર્મોના વિપાકની–ફળ દેવાની અવધિનો નિશ્ચય કરવો, બંધ કરવો “સ્થિતિબંધ' કહેવાય છે. (૩) અનુભાગબંધ – કર્મરૂપમાં ગ્રહણ કરેલા પુદ્ગલોની ફળ દેવાની શક્તિનું તીવ્ર મંદ થવું અનુભાગ બંધ” કહેવાય છે. (૪) પ્રદેશબંધ – અલગ અલગ સ્વભાવવાળા કર્મપ્રદેશોની સંખ્યાનું નિર્ધારણ થવું આત્માની સાથે બંધ થવો પ્રદેશબંધ” કહેવાય છે. આકર્મ પ્રકૃતિ :- કર્મોના સ્વભાવથી જ તેનું વિભાજન વર્ગીકરણ કરવામાં આવે છે. તેથી પ્રકૃતિની અપેક્ષાએ કર્મોના મુખ્ય આઠ પ્રકાર છે અર્થાત્ કર્મોની મૂળ પ્રકૃતિ આઠ છે. જેમ કે(૧) જ્ઞાનાવરણીય – આત્માના જ્ઞાનગુણને ઢાંકનારા. (૨) દર્શનાવરણીય – દર્શનગુણ તેમજ જાગૃતિને રોકનારા. (૩) વેદનીય – સુખદુઃખની વિભિન્ન અવસ્થાને આપનારા. (૪) મોહનીય – આત્માને મોહ બુદ્ધિ બનાવીને કુશ્રદ્ધા, કુમાન્યતા અસદાચરણોમાં કષાયોમાં તેમજ વિકારોમાં પલટાવનારા. (૫) આયુષ્યઃ- કોઈને કોઈ સાંસારિક ગતિમાં ભવસ્થિતિ સુધી જબરદસ્તીથી રોકી રાખનારા. (૬) નામકર્મ :- દૈહિક વિચિત્ર અવસ્થાઓને પ્રાપ્ત કરાવનારા. સુંદર-ખરાબ, શક્તિસંપન્ન-નિર્બળ શરીરોને તેમજ વિભિન્ન સંયોગોને પ્રાપ્ત કરાવનારા. (૭) ગોત્રકર્મ – ઊંચ-નીચ જાતિ કુલ તેમજ હીનાધિક બલ, રૂ૫ આદિ પ્રાપ્ત કરાવનારા. (૮) અંતરાય:- દાન, લાભ, ભોગ, ઉપભોગ આદિમાં બાધક અવસ્થાઓને ઉત્પન્ન કરવનારા. કર્મબંધ પરંપરા તેમજ મુક્તિ – એક કર્મના ઉદયથી બીજા કર્મનો ઉદય પ્રાપ્ત થતો રહે છે. કર્મોના ઉદયથી જીવની મતિ અને પરિણતી તેવી થતી રહે છે. અર્થાત્ કર્મનો ઉદય અન્યઉદયને પ્રેરિત કરે છે અને ઉદયથી આત્માની પરિણતિ પ્રભાવિત થાય છે. પરિણતિની તારતમ્યતાથી ફરી નવા કર્મોનો બંધ થતો રહે છે આ પ્રકારે આઠે પ્રકારના કર્મ બંધનથી અને ઉદયથી આ સંસાર ચક્ર ચાલતું રહે છે.
જો આત્મા પોતાની વિશિષ્ટજ્ઞાન-વિવેક શક્તિથી સશક્ત બની જાય તો તે કર્મોદય પ્રેરિત બુદ્ધિ તેમજ તેવી પરિણતિવાળો ન થતા સજાગ રહે છે તેમજ પૂર્ણ વિવેક સાથે કર્મ બંધન પરંપરાને અવરુદ્ધ કરવામાં સફલ થઈ જાય છે. ત્યારે ક્રમથી કર્મોથી મુક્ત બનતો જાય છે. નવા કર્મબંધ ઓછા થાય છે. તેનું ફળ પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org