________________
તત્ત્વશાસ્ત્ર ઃ પ્રજ્ઞાપના સૂત્રનો સારાંશ
૧૮: વ્યંતર વૈક્રિય બઢેલક
૧૯ જ્યોતિષી વૈક્રિય બઢેલક
૨૦ વૈમાનિક વૈક્રિય
બઢેલક
સંખ્યાત સો યોજન ક્ષેત્રમાં એક એકને રાખવાથી પ્રતર ભરાઈ જાય
૧૫૧
૨૫૬ યોજન ક્ષેત્રમાં એક એક ને રાખવાથી પ્રતર ભરાઈ જાય
અંશુલ દ્વિતીય વર્ગમૂળ × તૃતીય વર્ગમૂળ પ્રમાણ અસંખ્ય શ્રેણીઓના પ્રદેશ તુલ્ય; ત્રીજા વર્ગના ઘનરૂપ
નોંધ :- વિશેષ સ્પષ્ટીકરણ પહેલાં કરી દીધેલ છે. આ કોષ્ટકમાં સંક્ષિપ્ત સાંકેતિક જાણકારી દીધેલ છે, તેથી જિજ્ઞાસુ બંને રીતની સુવિધા અને લાભ પ્રાપ્ત કરી શકે.
તેરમું : પરિણામ પદ
(૧) બે પ્રકારના પરિણામ, પરિણમન કહેલ છે. ૧ જીવ પરિણામ, ૨ અજીવ પરિણામ. બંનેના મુખ્ય ૧૦-૧૦ પ્રકાર છે.
(૨) જીવ પરિણામ :– ૧. ગતિ ૨. ઇન્દ્રિય ૩. કષાય ૪. લેશ્યા ૫. યોગ ૬. ઉપયોગ ૭. જ્ઞાન ૮. દર્શન ૯. ચારિત્ર ૧૦. વેદ. આ જીવના પરિણામ છે અર્થાત્ જીવ એનું ઉપાર્જન કરે છે અથવા જીવ આ અવસ્થાઓમાં પરિણત થાય છે. (૩) આ દસ પરિણામ પણ પુનઃ અનેક પ્રકારના છે. યથા— ૧. ગતિ ચાર, ૨. ઇન્દ્રિય પાંચ, ૩. કષાય ચાર, ૪. લેશ્યા છ, પ. યોગ ત્રણ, ૬. ઉપયોગ બે, ૭. જ્ઞાન પાંચ, અજ્ઞાન ત્રણ, ૮. દર્શન ત્રણ (સમ્યક્, મિથ્યા, મિશ્ર), ૯. ચારિત્ર પાંચ, ૧૦. વેદ ત્રણ. આ કુલ ૪૩ પ્રકારના છે. એમાં ૧. અનિન્દ્રિય ૨. અકષાય ૩. અલેશી ૪. અજોગી ૫. અચારિત્ર ૬. ચરિત્રાચરિત્ર ૭. અવેદી, એ સાત પ્રકાર ઉમેરવાથી સૂત્રોક્ત ૫૦ પરિણામ થાય છે.
ચોવીસ દંડકમાં પરિણામ ૨૪ દંડકમાં ગતિ સ્વયં પોતપોતાની હોય છે. નારકી, દેવતા વગેરે ૨૨ દંડકના જીવ અસંયત છે. તિર્યંચ પંચેન્દ્રિય અસંયત અને સંયતાસંયત છે. મનુષ્યમાં સંયત આદિ સર્વ પરિણામ હોય છે. ઇન્દ્રિય, કષાય વગેરે આઠ બોલોના વર્ણન પુષ્પ ૨૪ જીવાભિગમ સૂત્ર પ્રથમ પ્રતિપત્તિમાં છે. ત્યાં નરકાદિમાં તેમના ભેદ બતાવવામાં આવેલ છે. અહીંયા ૨૪ દંડકમાં ઉક્ત ૫૦ પરિણામોમાંથી જેટલા પરિણામ હોય છે તેની સંખ્યા બતાવવામાં આવી છે. ૧. નારકી- ર૯ પરિણામ. જેમ કે ગતિ-૧, ઇન્દ્રિય-૫, કષાય-૪, લેશ્યા-૩, યોગ-૩, ઉપયોગ-૨, જ્ઞાન-૩, અજ્ઞાન-૩, દર્શન-૩, અસંયત-૧, વેદ-૧.
૨. ભવનપતિ વ્યંતરમાં– ૩૧ પરિણામ. જેમ કે- વેદ-૨, લેશ્યા—૧ આ ત્રણ અધિક હોવાથી ૩૨ અને એક વેદ ઓછો હોવાથી ૩૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org