________________
(૩) શરીર :– ૨૪ દંડકમાં જેમના જેટલા શરીર છે તે બધા શાશ્વત મળે છે. કેવળ મનુષ્યમાં આહારક શરીર અશાશ્વત છે.
નારકી દેવતાના પ્રત્યેક શરીરમાં કષાયના ૨૭ ભાંગા હોય છે. ઔદારિક દિંડકોમાં પ્રત્યેક શરીરમાં અભંગ (એકભંગ) જ થાય છે. મનુષ્યના આહારક શરીરમાં ૮૦ ભાંગા થાય છે.) (૪) સંહનન, સંસ્થાન :- જે દંડકમાં જેટલા–જેટલા સંઘયણ, સંસ્થાન છે તે બધા શાશ્વત છે. તેથી નારકી દેવતામાં કષાયની અપેક્ષાએ ર૭ ભાંગા શેષબધામાં અભંગ થાય છે.) (૫) વેશ્યા – જે દંડકમાં જેટલી વેશ્યા છે તેમાં પૃથ્વી-પાણી, વનસ્પતિમાં તેજો લેશ્યા અશાશ્વત છે. શેષ બધી લેશ્યાઓ શાશ્વત છે. પૃથ્વી-પાણી, વનસ્પતિની અશાશ્વત લેગ્યામાં ૮૦ ભાંગા કષાયોના છે. તેના સિવાય વૈક્રિય દંડકોમાં ૨૭ અને ઔદારિક દંડકોમાં અભંગ (એક ભાંગો) છે.] () દષ્ટિઃ - જે દંડકોમાં જેટલી દષ્ટિ છે, તેમાં મિશ્ર દષ્ટિ સર્વત્ર (૧દંડકમાં) અશાશ્વત છે અને ત્રણ વિકસેન્દ્રિયમાં સમ્યગુદષ્ટિ અશાશ્વત છે. [અશાશ્વતોમાં ૮૦ ભાંગા થાય છે. શેષ વૈક્રિય દંડકમાં ચાર કષાયોના ર૭ ભાંગા થાય છે અને
ઔદારિક દંડકોમાં અભંગ થાય છે.] (૭) જ્ઞાન અજ્ઞાન :– જે દંડકમાં જેટલા જ્ઞાન-અજ્ઞાન છે તેમાં વિકસેન્દ્રિયમાં બે જ્ઞાન અશાશ્વત છે. બાકીના બધામાં બધા જ્ઞાન અને અજ્ઞાન શાશ્વત છે. અર્થાત્ મનુષ્યમાં મનઃ- પર્યવજ્ઞાની આદિ પાંચે જ્ઞાન શાશ્વત છે. અશાશ્વત જ્ઞાનમાં ૮૦ ભાંગા; બાકીનામાં પહેલાની જેમ ર૭ ભાંગા અને અભંગ છે.) (૮) યોગ, ઉપયોગ – ત્રણ યોગ અને બે ઉપયોગમાંથી જયાં જેટલા છે. તે બધા શાશ્વત છે. તેથી વૈક્રિય દંડકોમાં ચાર કષાયનાં ર૭ ભાંગા અને ઔદારિક દંડકોમાં "અભંગ" છે.]
દંડકોમાં શરીર, અવગાહના, વેશ્યા આદિ કેટલા હોય તેનું વર્ણન જીવાભિગમ સૂત્ર પ્રથમ પ્રતિપતિથી જાણી લેવું. [નોંધઃ આ શાશ્વત, અશાશ્વત બોલોમાં કષાયનાં ભંગ સંબંધી તાત્વિક કથન માટે જુઓ પરિશિષ્ટ–૧]
(ા પરિશિષ્ટ-૧ સંપૂર્ણ ,
ભગવતી સૂત્રઃ પરિશિષ્ટ-૧
ર૦૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org