________________
પરિશિષ્ટ-૧ : શતક-૧ : ઉદ્દેશક-૫ ઃ
(૧) સ્થિતિ સ્થાન :– - ચોવીસ દંડકમાં અસંખ્ય સ્થિતિ સ્થાન છે. અર્થાત્ નરક અને દેવમાં ૧૦૦૦૦ વર્ષ પછી એક સમય અધિક, કે બે સમય અધિક તેમ સંખ્યાત- અસંખ્યાત સમય અધિક તેમ સર્વ સ્થિતિઓ હોય છે અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમ હોય છે. મનુષ્ય તિર્યંચમાં અંતર્મુહૂર્ત પછી સમયાધિક સર્વ સ્થિતિઓ સમજવી અને ઉત્કૃષ્ટ પોત-પોતાની સ્થિતિ અનુસાર જાણવી.
જઘન્ય સ્થિતિના નૈરયિક શાશ્વત મળે છે. એક સમયાધિકથી લઈને સંખ્યાત સમયાધિક સુધીના નૈરયિક કયારેક હોય છે કયારેક નથી હોતા અર્થાત્ અશાશ્વત છે. અસંખ્ય સમયાધિકથી લઈને ઉત્કૃષ્ટ સ્થિતિ સુધીના નૈરયિક શાશ્વત મળે છે. [ચાર કષાય ક્રોધી, માની આદિની અપેક્ષાએ શાશ્વત સ્થિતિ સ્થાનમાં એક ક્રોધ કષાય શાશ્વત અને ત્રણ કષાય અશાશ્વત હોવાથી ર૭ ભાંગા થાય છે. અને અશાશ્વત સ્થિતિ સ્થાનમાં ચારે કષાય અશાશ્વત હોવાથી ૮૦ ભાંગા બને છે.
સાતે નરક, ૧૦ ભવનપતિ, વ્યંતર, જયોતિષી, વૈમાનિક, વિકલેન્દ્રિય, પંચેન્દ્રિય, મનુષ્ય બધામાં જઘન્ય સ્થિતિ પછીના સંખ્યાત સમયાધિક સુધીના સ્થિતિ સ્થાન અશાશ્વત છે. [ચાર કષાયોના ભાંગા નારકીની જેમ દેવતામાં છે પરંતુ ભાંગા કથન ક્રોધના સ્થાને લોભની પ્રમુખતા છે. ઔદારિક દંડકોમાં અશાશ્વત સ્થિતિ સ્થાનોમાં ૮૦ ભાંગા અને શેષ બધા સ્થિતિ સ્થાનોમાં અભંગ (એક જ ભંગ) હોય છે.]
કષાયોના ભંગ
પાંચ સ્થાવરમાં જઘન્યથી ઉત્કૃષ્ટ સુધી બધા સ્થિતિ સ્થાન શાશ્વત છે. [તેથી તમામ સ્થિતિ સ્થાનમાં ચાર કષાયોની અપેક્ષાએ અભંગ(એક જ ભંગ) હોય છે.] મનુષ્યમાં સર્વ જઘન્ય સ્થિતિ સ્થાન પણ અશાશ્વત છે. [તેથી તેમાં પણ ૮૦ ભાંગા થાય છે.
(૨) અવગાહના સ્થાન :– બધા દંડકોમાં અસંખ્ય અવગાહના સ્થાન છે. જેમાં જઘન્યથી લઈને સંખ્યાત પ્રદેશાધિક સુધીના અવગાહના સ્થાન અશાશ્વત છે. બાકીના બધા અવગાહના સ્થાન શાશ્વત છે. પાંચ સ્થાવરમાં સર્વ અવગાહના સ્થાન શાશ્વત છે, અશાશ્વત નથી.
[નારકી દેવતામાં અશાશ્વત અવગાહના સ્થાનોમાં ચાર કષાયનાં ૮૦ ભાંગા અને શાશ્વત અવગાહના સ્થાનોમાં ૨૭ ભાંગા થાય છે.
પાંચ સ્થાવરમાં બધા શાશ્વત અવગાહના સ્થાતોમાં અભંગ છે. શેષ ઔદારિક દંડકોમાં અશાશ્વત અવગાહના સ્થાનોમાં ૮૦ ભાંગા છે અને શાશ્વત સ્થાનોમાં અભંગ છે.]
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
For Private & Personal Use Only
૨૦૨
Jain Education International
www.jainelibrary.org