________________
સમવસરણ અધિકાર ઃ
સમવસરણથી અહીં "વાદ" સિદ્ધાંત અને વાદી કહેવાય છે. આ વાદી ચાર પ્રકારના હોય છે. (૧) ક્રિયા વાદી, (૨) અક્રિયા વાદી (૩) અજ્ઞાનવાદી (૪)વિનય વાદી. એ ચારે ય અહીં સમવસરણ સંજ્ઞાથી વર્ણિત છે.
કયાંક આ ચાર વાદિઓના ભેદ એકાંતવાદી રૂપમાં કહીને બધાને મિથ્યાદષ્ટિ ગણ્યા છે. ત્યાં આ ચારેને ૩૩ ભેદ (૧૮૦+૮૪+૬૭+૩૨) માને છે. પરંતુ પ્રસ્તુત પ્રકરણમાં ક્રિયા વાદીથી સમ્યગ્દષ્ટિ તથા જ્ઞાન ક્રિયાના સુમેળવાળા, સ્યાદ્વાદમય સમ્યગ્ સિદ્ધાંતનું ગ્રહણ કર્યુ છે. બાકી ત્રણે એકાંતવાદી મિથ્યાદષ્ટિરૂપમાં સ્વીકાર કર્યા છે. એમાં (૧) અક્રિયાવાદી જ્ઞાન માત્રથી કલ્યાણ થવું માને છે અને ક્રિયાનો નિષેધ કરે છે. (૨) અજ્ઞાનવાદી– જ્ઞાનનું ખંડન કરે છે અને અજ્ઞાન અને શૂન્યતાથી મુક્તિ માને છે. (૩) વિનય વાદી– કેવલ વિનયથી જ મુક્તિ માને છે. જ્ઞાન, ક્રિયા બંનેનો નિષેધ કરે છે. જે કોઈને પણ જુએ, જે કોઈ પણ મળે એને પ્રણામ કરે. એટલે કેવળ નમ્રતા, વિનયથી જ કલ્યાણ થઈ જશે. જ્ઞાન ક્રિયાની મહેનત કરવી તે વ્યર્થ માને છે.
પૂર્વમાં કહેલા ૧૧દ્વારોના ૪૭બોલોમાં આ ચારેય સમવસરણોમાંથી કેટલા સમવસરણ મળે છે? કયા બોલમાં કયા સમવસરણમાં, કયા દંડકમાં કેટલી ગતિના આયુ બંધ થાય છે? કયો બોલ ભવી અથવા અભવી છે; વિગેરે વિષયોના વર્ણન આ પ્રકરણમાં કર્યા છે.
સમુચ્ચય જીવના સમવસરણ વગેરે :
:
૪૭ બોલ કૃષ્ણ પક્ષી, મિથ્યાદષ્ટિ, ચાર અજ્ઞાન
મિશ્રર્દષ્ટિ
સમ્યગ્દષ્ટ, ચાર જ્ઞાન ત્રણ અશુભ લેશ્યા
ત્રણ શુભ લેશ્યા
શતક ૩૦
ભગવતી
: શતક-૩૦
સૂત્રઃ
Jain Education International
સમવસરણ
૩
૨ અજ્ઞાન
વિનય
૧ ક્રિયા
૪
૪
૪ ગતિના
અબંધ
આયુબંધ
૨ દેવ, મનુષ્યના ક્રિયાવાદી–મનુષ્ય/અબંધ ૩ સમવસરણ-૪ ગતિના
ક્રિયા વાદી—દેવ, મનુષ્યના
૩, સમવસરણ–૩ ગતિના
For Private & Personal Use Only
૨૫૯
www.jainelibrary.org