________________
અનેક સો કરોડ થઈ શકે છે. અહીં મૂળ પાઠમાં લિપિ દોષથી અથવા કોઈ કારણથી જઘન્ય ઉત્કૃષ્ટ અનેકસો કરોડ હોવાનું કહ્યું છે. જો કે પાઠઅશુદ્ધ છે. કારણ કે જયારે પણ થતા નથી ત્યારે નવા એક સાથે ઉત્કૃષ્ટ અનેક સો જ ઉત્પન્ન થઈ શકે છે. ત્યારે પહેલા જ સમયમાં અનેક સોથી, અનેક સો કરોડ કેવી રીતે થઈ શકે? એટલે નક્કી જતે પાઠઅશુદ્ધ છે. આ સૂત્ર પ્રમાણથી જ સ્પષ્ટ છે. એટલે જઘન્ય ૧.ર.૩અનેક સો વિગેરે માનવું જ ઉપયુક્ત છે. (૮)પુલાકનિર્ગસ્થ સ્નાતકતથા પરિહારવિશુદ્ધસૂમસપરાયયથાખ્યાતચારિત્ર, આ અવસર્પિણીના પાંચમાં આરામાં જન્મ લેવાવાળાને પ્રાપ્ત થવાનો સ્પષ્ટ નિષેધ કર્યો છે.
પરંતુ ઉત્સર્પિણીના બીજા આરામાં જન્મ લેનારાને આ પુલાક વિગેરે બધા થઈ શકે છે. આ બન્ને "દુખમી" આરાની વિશેષતા છે. (૯) બાકી ટિપ્પણ, (નોંધ) સૂચનાઓ પૂર્વનિયંઠાના ચાર્ટ અનુસાર સમજી લેવા.
સંજયા નિચંઠા પ્રકરણ સમાપ્ત છે સૂચનાઃ- (૧) પ્રાયશ્ચિત્તના પ્રકાર, આલોચનાના પ્રકાર પ્રતિસેવનાના પ્રકાર, આલોચના પ્રાયશ્ચિત્ત કર્તા તથા પ્રાયશ્ચિત્તદાતાની યોગ્યતા વિગેરે વર્ણન નિશીથ સૂત્ર સારાંશ ખંડ-૪ના પરિશિષ્ટમાં જુઓ. (૨) તપના ભેદ પ્રભેદ અને સ્વરૂપ તથા ધ્યાન સંબંધી વિસ્તૃત વિચારણા ઔપપાતિક સૂત્ર સારાંશ ખંડ-૭માં જુઓ.
(ઉદ્દેશકઃ ૮-૧૨) (૧) જીવ પોતાના અધ્યવસાય અને યોગની સમ્મિશ્રણ અવસ્થાથી પરભવનો આયુષ્યબંધ કરે છે. આયુ(આયુષ્ય કર્મના દલિક) ભવ(ભવ નિમિતક અવગાહનાદિ બોલ) અને સ્થિતિ(આયુષ્ય કર્મની સ્થિતિ) ના ક્ષય થવાથી જીવનું પરભવને માટે ગમન થાય છે. તે ગતિ શીધ્રગામી હોય છે. જીવ પોતાની ઋદ્ધિ કર્મ અને પ્રયોગથી જ પરભવમાં જાય છે. આ પ્રમાણે જીવની જેમ ર૪ દંડક, ભવી, અભવી, સમદષ્ટિનું કથન પણ સમજવું. ઉત્કૃષ્ટ વિગ્રહ ગતિ એકેન્દ્રિયની ચાર સમય, શેષ દંડકની ત્રણ સમયની થાય છે. આ ગતિ કૂદનાર પુરુષની ગતિના સરખીપ્લવકગતિ રૂપ હોય છે. અર્થાત્ એક સ્થાનથી ઉઠી અને સીધા તરત જ બીજા સ્થાન પર પહોંચે, આ પ્લવક ગતિ છે.
છે શતક રપ/૧ર સંપૂર્ણ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
રાપર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org