SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ એકવારવિચરણ કરતા ભગવાન મુનિસુવ્રત સ્વામી હસ્તિનાપુરમાં પધાર્યા. નગરના લોકો તથા કાર્તિક શેઠ ભગવાનની સેવામાં હાજર થયા. પરિષદ ભેગી થઈ, ભગવાને વૈરાગ્યમય પ્રતિબોધ આપ્યો. કાર્તિક શેઠ વૈરાગી થઈ ગયા, દીક્ષા લેવાની પ્રબળ ભાવના જાગૃત થઈ. તેમણે ભગવાનની સમક્ષ પોતાના વિચાર રજૂ કર્યા. સ્વીકૃતિ મળવાથી ઘરે જઈને પોતાને આધીન વેપારીઓને બોલાવ્યા અને પોતાની ઈચ્છા એમની સામે રાખી. ૧૦૦૮ વેપારીઓએ પણ કાર્તિક શેઠ સાથે દીક્ષા લેવાનો નિર્ણય જાહેર કર્યો. બધાએ પોત પોતાના પુત્રોને કાર્યભાર સોંપ્યો અને દીક્ષાની તૈયારી કરી. કાર્તિક શેઠ સાથે મહોત્સવપૂર્વક બધા(૧૦૦૯) વૈરાગી આત્માઓ એક જ સમયે ભગવાનના સમવસરણમાં પહોંચ્યા. પોતાની વૈરાગ્ય ભાવનાના બે શબ્દ કાર્તિક શેઠે સભા સહિત ભગવાનની સમક્ષ રજૂ કર્યા. પછી વેશ પરિવર્તન કરીને ફરી સભામાં આવ્યા. ભગવાન મુનિસુવ્રત સ્વામીએ બધાને એક સાથે દીક્ષા પાઠ ભણાવ્યો. એમને શિક્ષા દીક્ષા આપી, મહાવ્રત, સમિતિ, ગુપ્તિ સમાચારીનું જ્ઞાન આપ્યું. આ પ્રકારે તે બધા શ્રેષ્ઠી સાધુ બની ગયા. સ્થવિરોની પાસે એમણે શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. સૌએ તપ સંયમથી પોતાના આત્માને ભાવિત કર્યો. કાર્તિક મુનિએ સામાયિક વગેરે૧૪ પૂર્વોનો અભ્યાસ કર્યો. ૧૨ વર્ષ દીક્ષાપર્યાયનું પાલન કરી એક મહિનાના સંથારાથી આયુષ્ય પૂરુ કર્યું અને પહેલા દેવલોકમાં ઈન્દ્રરૂપે ઉત્પન્ન થયા. બાકીના સાધુઓ પણ સંયમારાધના કરીને એ જ પહેલા દેવલોકમાં ઉત્પન્ન થયા. ગંગદત્ત શેઠ કાર્તિક શેઠના પૂર્વવર્તી હસ્તીનાપુરના શેઠ હતા. એમણે કાર્તિક શેઠના પ્રમુખ વેપારી બન્યા પછી મુનિસુવ્રત સ્વામીની પાસે દીક્ષા અંગીકાર કરી હતી અને આરાધના કરીને સાતમા દેવલોકમાં ઉત્પન્ન થયા હતા. વેપારી જીવનમાં ગંગદત્ત શેઠથી કાર્તિકશેઠ આગળ રહ્યા હશે. એના કારણે શક્રેન્દ્રની ગંગદત્ત દેવથી સમક્ષ મળવાની અસહ્યતા શતક ૧૬ ના પાંચમા ઉદ્દેશકમાં બતાવી છે. અર્થાત્ ગંગદત્ત દેવ સમવસરણમાં આવી રહ્યા છે તેમ શકેન્દ્રને ખબર પડી કે તરત જ પાછા જતા રહ્યા, ભગવાનની સેવામાં રોકાયા નહીં. આ વર્ણનમાં આશ્રિત સાથી વેપારીઓના એક સાથે દીક્ષા લેવાનો આદર્શ ઉપસ્થિત કરાવાયો છે. તેઓએ વાસ્તવમાં ખરો સાથ નિભાવ્યો હતો. તેથી તેઓ દેવલોકમાં પણ સાથે જ રહ્યા. ઉદ્દેશક ઃ ૩ (૧) કૃષ્ણ, નીલ, કાપોત લેશ્યાવાળા પૃથ્વી,પાણી, વનસ્પતિના જીવ મનુષ્ય ભવ કરીને મુક્ત થઈ શકે છે. અણગારના ચરમ નિર્જરા પુદ્ગલ અત્યંત સૂક્ષ્મ હોય છે. તે સર્વ લોકમાં ફેલાય છે. તેને જાણવા, જોવા, આહાર કરવા સંબંધી વર્ણન પ્રજ્ઞાપના પદ ૧૫ થી જાણવું. ભગવતી સૂચઃ Jain Education International : શતક-૧૮ For Private & Personal Use Only ૧૮૫ www.jainelibrary.org
SR No.004928
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 5
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy