________________
નામનો આવાસ છે. ૮૪૦૦૦ યોજન લાંબો, પહોળો, ગોળ છે. અહીં અસુરકુમાર દેવ ફરવા આવે છે, બેસે છે અર્થાત બગીચાની જેમ એનો ઉપયોગ કરે છે.
ઉદાયન રાજા ઃ
સિંધુ અને સોવીર વગેરે સોળ દેશના અધિપતિ ઉદાયન રાજા વીતભય નામના નગરમાં રહેતા હતા. એનું રાજ્યક્ષેત્ર અત્યંત વિશાળ હતું. ૩૩ નગર અને ખાણો એના રાજ્યમાં હતી. મકાસેન પ્રમુખ ૧૦ મુકુટબંધ રાજા અને અન્ય ઘણા બધા રાજા વગેરે પર પણ એનું આધિપત્ય હતું. આટલો રાજ્ય સંબંધ હોવા છતાં પણ તે ભગવાન મહાવીર સ્વામીના પરમ ભક્ત અને વ્રતધારી જીવાજીવ આદિ તત્ત્વોના જ્ઞાતા(જાણકાર) શ્રમણોપાસક પણ હતા. અભીચિકુમાર ઉદાયન રાજાને પ્રભાવતી નામની રાણી હતી. જે સુકોમળ અને સ્ત્રીના લક્ષણો—ગુણોથી પરિપૂર્ણ હતી. એ પ્રભાવતી રાણીનો આત્મજ અભીચિકુમાર નામનો રાજકુમાર હતો. ઉદાયનરાજાનો તે એક જ પુત્ર હતો. બાલ્યકાળ એનો પણ પુરો થઈ ગયો હતો. રાજ્યકાર્યમાં દેખરેખ કરવા લાગ્યો હતો.
-:
ઉદાયનરાજાના કેશિકુમાર નામના એક ભાણેજ હતા. તે એમની પાસે જ રહેતા હતા. તે પણ ગુણ સંપન્ન અને રાજ્ય કાર્ય કરવાને યોગ્ય હતા.
એક દિવસ પૌષધશાળામાં પૌષધ લઈને ધર્મ જાગરણ કરતા ઉદાયન–રાજાને એ સંકલ્પ થયો કે શ્રમણ ભગવાન મહાવીરસ્વામી જે ક્ષેત્રમાં વિચરણ કરે છે અને ધર્મપ્રેમી સજ્જનો એમની સેવા-દર્શન વગેરેનો લાભ લઈ રહ્યા છે, તેને ધન્ય છે. જો વિચરણ કરતાં ભગવાન અહીંયા વીતભયનગરમાં પધારે તો હું પણ યથાયોગ્ય સેવા પર્યંપાસના કરું. ઉદાયનને વૈરાગ્ય :- ભગવાન એ સમયે ચંપાનગરીમાં વિચરણ કરી રહ્યા હતા. શ્રમણોપાસક ઉદાયનની મનોભાવના જાણીને વીતભય નગરની દિશામાં વિહાર કર્યો. વિચરણ કરતાં કરતાં ભગવાન નગરની બહાર મૃગવન બગીચામાં પધાર્યા. નાગરિકજનો દર્શન કરવા જવા લાગ્યા. રાજા પણ પોતાની સમૃદ્ધિ સહિત દર્શન કરવા ગયા, વંદના કરીને પર્યુપાસના કરતાં કરતાં ભગવાનની સેવામાં બેસી ગયા. રાજા સહિત સમસ્ત પરિષદને ભગવાને ધર્મોપદેશ આપ્યો. ઉપદેશ સભાંળીને રાજા અત્યંત હર્ષિત થયા.નિર્પ્રન્થપ્રવચન (ભગવાનના વચનો)ની હાર્દિક પ્રશંસા કરતા એણે નિવેદન કર્યુ– હે ભંતે ! હું પુત્રને રાજ્ય સોંપીને આપની પાસે દીક્ષા લેવા ઈચ્છુ છું. ભગવાને પોતાના(અહાસુદ રેવાનુપ્પિયા) શબ્દોમાં એને સ્વીકૃતિ આપી.
ભાણેજને રાજ્ય ઃ– નગરીમાં જતા સમયે રાજાના વિચારોમાં પરિવર્તન થયું કે મારો પુત્ર અભિચિકુમાર મને અત્યંત પ્રિયવલ્લભ છે. એ રાજ્ય મેળવીને એમાં આસક્ત બનશે તો દુર્ગતિનો ભાગીદાર બનશે. આથી રાજ્ય મારે મારા ભાણેજ કેશીકુમારને આપવું જોઈએ. રાજાનો નવો વિચાર નિર્ણિત રહ્યો અને રાજ્ય કેશીકુમારને આપી દીધું. અભિચિકુમાર અત્યંત નમ્ર, વિનીત, ગુણ સંપન્ન કુમાર હતા. અમનોજ્ઞ વ્યવહાર હોવા છતાં પણ તે
ભગવતી
સૂત્રઃ : શતક-૧૩
Jain Education International
For Private & Personal Use Only
૧૫૧
www.jainelibrary.org