________________
'૬. કાયોત્સર્ગ અને સ્ટ્રેસ મેનેજમેન્ટ
વર્તમાન યુગની જટિલ સમસ્યા છે - તનાવ. તનાવ-ઉત્પત્તિનાં અનેક કારણ છે. બાહ્ય લક્ષણો થકી તનાવગ્રસ્ત વ્યક્તિની જાણકારી મેળવી શકાય છે. તનાવના કારણે શારીરિક તથા માનસિક સમસ્યાઓ પેદા થાય છે. તનાવની તીવ્રતામાં વ્યક્તિત્વનો માનસિક પક્ષ મૂળથી પ્રભાવિત થાય છે. શારીરિક અને ભાવનાત્મક સ્તરે પણ તેની ક્ષતિ સ્પષ્ટ દેખાય છે. સમસ્યાઓનાં કારણો જાણીને તેના ઉપાય શોધવા આવશ્યક છે.
તનાવનાં બાહ્ય કારણો
કામકાજનો ભાર
સમયનો ભાર
માહિતીનો ભાર
તનાવનાં આન્તરિક કારણ
મિથ્યા દૃષ્ટિકોણ અસીમ આકાંક્ષા
પ્રમાદ સંવેગ
ચંચળતા તનાવગ્રસ્ત વ્યક્તિની ઓળખનાં શારીરિક લક્ષણઃ ૧. તનાવયુક્ત માંસપેશીઓ ૨. અવ્યવસ્થિત શ્વાસ ૩. મોં સુકાઈ જવું ૪. દસ્ત ૫. હાથમાં ધ્રુજારી ૬. વારંવાર પેશાબ થવો. વ્યાવહારિક લક્ષણ : ૧. નશાની આદત ૨. દાંત વડે નખ કાપવા ૩. સામાજિકતાનો અભાવ ૪. અસ્તવ્યસ્ત જીવનશૈલી. ભાવનાત્મક લક્ષણઃ ૧. ચિડિયાપણું ૨. આક્રમકતા ૩. ચિંતા ૪. નિરાશા ૫. અસુરક્ષાની ભાવના દ. અનિદ્રા ૭. દુઃસ્વપ્ન ૮. મનઃસ્થિતિ (મૂડ) બદલાવી ૯. નિર્ણયમાં વિલંબ ૧૦. ભૂલી જવું ૧૧. સર્જનનો અભાવ તનાવ દ્વારા ઉત્પન્ન થતા રોગ ઃ ૧. લોહીનું ઊંચું દબાણ ૨. ગેસ ૩. ખાંડ (મધુમેહ) ૪. ચિંતા પ. માથાનો દુઃખાવો ૬. સાંધાઓમાં દર્દ ૭. દમ ૮. અલ્સર તનાવમુક્તિના ઉપાય : (૧) આહારવિવેક : ૧. ચરબીરહિત દૂધ ૨. સલાડ ૩. તાજાં ફળ ૪. તાજાં શાકભાજી ૫. સાત્ત્વિક ભોજન લેવું. પાપડ, બ્રેડ, નમક, ખાંડ, ચા, શરાબ, માંસ, ઈંડાં આદિ રાજસિક તથા તમસિક ભોજન ન લેવું. (૨) આસન પ્રાણાયામ ઃ ૧. યૌગિક ક્રિયાઓ ૨. ઈષ્ટવંદન (સૂર્યનમસ્કાર) ૩. તાડાસન ૪. વાસન પ. શશાંકાસન ૬. અદ્ધમત્યેન્દ્રાસન ૭. ઉત્તાનપાદાસન ૮. પવન મુક્તાસન ૯. નાડીશોધન પ્રાણાયામ (૨૦ મિનિટ) (૩) કાયોત્સર્ગઃ સૂઈને સમગ્ર શરીરની શિથિલતાનો અભ્યાસ કરો (૨૦ મિનિટ). () પ્રેક્ષાધ્યાન મuપ્રાણધ્વનિ, દીર્ઘ શ્વાસ પ્રેક્ષા, જ્યોતિકેન્દ્ર પ્રેક્ષા (૨૦ મિનિટ). (૫) સ્વાધ્યાયઃ આધ્યાત્મિક પુસ્તકોનું વાંચન (૨૦ મિનિટ). કાયોત્સર્ગ
કાયોત્સર્ગનું મહત્ત્વઃ જૈન સાધના પદ્ધતિમાં કાયોત્સર્ગનું બહુ જ મહત્ત્વ છે. કાયોત્સર્ગ મંગલકારક અને વિબનિવારક પ્રયોગ છે. તેને ‘સવદુઃખેવિમોફખણ - સર્વ દુઃખોથી મુક્તિ આપનાર કહેવામાં આવે છે. કોઈ પણ યાત્રાના પ્રારંભમાં અથવા નવા કાર્યની શરૂઆતમાં નમસ્કાર મહામંત્રનો કે લોગસ્સ સ્તોત્રનો કાયોત્સર્ગ કે સમગ્ર શરીરનો કાયોત્સર્ગ મંગલકારી નીવડે છે. એનું મહત્ત્વપૂર્ણ કારણ એ છે કે તેનાથી વિદ્યુતનું વલય બને છે અને તેથી બહારનો કુપ્રભાવ આપણા પર પડતો નથી.
પ્રેક્ષાધ્યાનમાં પણ કાયોત્સર્ગનું એ જ મહત્ત્વ છે. ધ્યાનનું પહેલું ચરણ કાયોત્સર્ગ છે. કોઈપણ બાનનો પ્રયોગ કરો તે પહેલાં કાયોત્સર્ગ કરવો જરૂરી છે. કાયોત્સર્ગનો અર્થ કાયા (શરીર) + ઉત્સર્ગ (છોડવું) = કાયોત્સર્ગ
એટલે કે શરીરની ચંચળતાને. શરીરના તનાવને તથા શરીરના મમત્વભાવને છોડવાં એનું નામ “કાયોત્સર્ગ'.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org