________________
શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧
(૭૭૯-૭૮૦-૭૮૧)
કારણ કે તે શાસનદેવતાઓ પ્રાયઃ પ્રમાદી છે. તેથી કાયોત્સર્ગ દ્વારા જાગ્રત કરતે છતે તેઓ શાસનની ઉન્નતિ કરવામાં ઉત્સાહ ધારણ કરે છે. (૭૮૨) શાસ્ત્રોમાં સાંભળવા મળે છે કે સિરિકતા, મનોરમા, સુભદ્રા અને અભયકુમા૨ાદિને શાસનદેવતાઓએ સહાય કરી હતી. (૭૮૩)
ગોષ્ઠામાહિલના વિવાદમાં શ્રીસંઘે કાયોત્સર્ગ કરવાથી શાસનદેવતા શ્રીસીમંધરસ્વામિ ભગવાનની પાસે ગયા. ત્યાં જઈને સત્યનો નિર્ણય કર્યો. (૭૮૪) શેષ સંઘે કાયોત્સર્ગ કરવાથી યજ્ઞા સાધ્વીને શાસનદેવી શ્રીસીમંધરસ્વામી પાસે લઈ ગયા. (૭૮૫)
ઇત્યાદિ કારણોથી ચૈત્યવંદનામાં દેવતાઓની સાથે સાધર્મિક વાત્સલ્યરૂપ કાયોત્સર્ગ પૂર્વાચાર્યોએ કર્યો છે. પરંતુ દેવતાઓની વંદના માટે નથી કર્યો. (૭૮૬)
આથી પૂર્વાચાર્યોના માર્ગમાં ચાલવાથી સારા માર્ગમાં કયારે પણ પુરુષ ભ્રષ્ટ થતો નથી. પરંતુ પૂર્વાચાર્યોએ ચાલેલા માર્ગ ઉપર ચાલવાથી અને મિથ્યા વિકલ્પોથી છૂટીને પુરુષ ભાવશુદ્ધિને પ્રાપ્ત કરે છે. તેથી પૂર્વાચાર્યો દ્વારા આદરેલો શાસનદેવતાઓનો કાયોત્સર્ગ નિત્ય ચૈત્યવંદનામાં કરવો. (૭૮૭) આગળ કહ્યું છે કે
पारिय काउस्सग्गो, परमेट्टीणं च कयनमोक्कारो । वेयावच्चगराणं, देज्ज थुइ जक्खपमुहाणं ॥ ७८८ ॥
કાયોત્સર્ગ પા૨ી પ૨મેષ્ઠિને નમસ્કાર કરીને વૈયાવૃત્ય કરવાવાળા શાસનદેવતાઓની થોય કહે. (૭૮૮)
આવા પ્રગટ શાસ્ત્રપાઠો જોઈને જો કોઈ ચોથી થોયનો નિષેધ કરે તો તે જૈનમતની શ્રદ્ધાથી રહિત છે,
આવા શબ્દ સિવાય કયા શબ્દોથી બોલાવાય.
૮૭
આવા મોટા મોટા મહાનશાસ્ત્રોનો પ્રગટ પાઠ છે, તો પણ શ્રીરત્નવિજયજી અને શ્રીધનવિજયજીને જોવામાં આવતા નથી. તેમાં કર્મની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org