________________
શ્રી ચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ सव्वदेसविरयाणं । भणइ गुरु सच्चमिणं, एत्तो च्चिय एत्थ नहि भणियं ॥७८०॥ वंदण पूयण सक्का, रणाइ हेडं करेमि काउस्सग्गं । वच्छलं पुणजुत्तं, जिणमयजुत्ते तुणुगुणेवि ।।७८१॥ ते हु पमता पायं, काउस्सग्गेण बोहिया धणियं । पडिउज्जमंति फुड, पाडिहेर करणे दडुत्थाह ॥७८२॥ सच्चइ सिरिकंताए, मणोरमाए तहा सुभद्दाए । अभयाइणं पि कयं, सन्नेज्जं सासणसुरेहिं ।।७८३॥ संघस्सगा पायं वड्ढ सामत्थमिह सुराणंपि । जह सीमंधरमूले, गमणे माहिलवि वायंमि ॥७८४॥ जक्खा एवा सुच्चइ, सीमंधरसामिपायमूलंमि । नयणं देवी एकयं, काउस्सग्गेण सेसाणं ॥७८५॥ एमाहि कारणेहि, साहम्मिय सुखराण वच्छल्लं । पुव्वसुरिसेहिं कीरइ, न वंदणाहेउमुस्सुग्गो ॥७८६॥ पुव्वपुरिसाणमग्गो, वच्चंतो नेय चुक्कइ सुमग्गा । पाउणइ भावसुद्धि, सुच्चइ मिच्छाविगप्येहिं ॥७८७॥
(૨૭) ભાવાર્થ - જિનમંદિરની રક્ષા કરવી, જિનમંદિરની પ્રસિદ્ધિ કરવી (અથવા જિનમંદિરનો મહિમા વધારવો) વગેરે વૈયાવૃત્ય છે. જિનમંદિરમાં શત્રુઓએ કરેલા ઉપદ્રવનું નિવારણ કરવું એ શાંતિ છે. (૭૭૬)
સમ્યગ્દષ્ટિ શ્રીસંઘની સમાધિ (માનસિક દુઃખોનો અભાવ) વિયાવૃત્ય, શાંતિ અને સમ્યગદષ્ટિ સમાધિને કરવાના સ્વભાવવાળા જે સાધર્મિક ઉત્તમ દેવો છે, તેમના સન્માન માટે હવે કાયોત્સર્ગ કરું છું. આ કાયોત્સર્ગ ઉચ્છવાસ સિવાયના પૂર્વોક્ત આગારોને રાખવા પૂર્વક કરું છું. //૭૭૭-૭૭૮
અહીં કોઈ કહે છે કે અવિરતિધર દેવતાઓને કાયોત્સર્ગ કરવો, તે શ્રાવકો અને સાધુઓને સંગત થતો નથી. કારણ કે ગુણહીનને વંદના કરવી તે સર્વવિરતિ અને દેશવિરતિધરને યુક્ત નથી.
હવે ગુરુ ઉત્તર આપે છે કે હે ભવ્ય ! તારી વાત સાચી છે. તેથી જ અહીં અમે એવું કહ્યું જ નથી. અર્થાત્ દેવતાઓના વંદન, પૂજન, સત્કાર માટે કાયોત્સર્ગ કરું છું, એવું કહ્યું નથી. પરંતુ સાધર્મિક વાત્સલ્ય તો જૈનમતમાં અલ્પગુણવાળાનું પણ કહ્યું છે, તે બહુમાન દેવારૂપ સાધર્મિક વાત્સલ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org