________________
શ્રી ચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧
થોય' આદિ કેટલીક બાબતોમાં ઉત્સુત્ર પ્રરૂપણા કરીને માલવા અને જાલોર જિલ્લામાં કેટલાક ભોળા શ્રાવકોના મનમાં પોતાના કલ્પિત મતને સ્થાપિત કર્યો છે.
તે શ્રીરત્નવિજયજી વિ.સં.૧૯૪૦ની સાલમાં “ગુજરાત' દેશના શહેર અમદાવાદમાં ચોમાસું કરવા આવ્યા. ત્યારે પૂ.મુનિશ્રી આત્મારામજી મહારાજનું ચોમાસું પણ અમદાવાદમાં થયું હતું.
(૨) તે વખતે મુનિશ્રી રત્નવિજયજીએ એક પત્રમાં કેટલાક પ્રશ્નો લખીને નગરશેઠ શ્રી પ્રેમાભાઈ સાથે મુનિશ્રી આત્મારામજી મહારાજને તે પત્ર મોકલ્યો. મુનિશ્રીએ પત્ર વાંચ્યો. પરંતુ તે પત્ર સારી રીતે લખાયો નહોતો. તેથી મુનિશ્રીએ નગરશેઠને પાછો આપ્યો અને કહ્યું કે મુનિશ્રી રત્નવિજયજીને કહેવું કે, “ત્રણ થાય'ના નિર્ણય માટે અમારી સાથે સભા કરો.
ત્યારે નગરશેઠે આ વાત મુનિશ્રી રત્નવિજયજી અને મુનિશ્રી ધનવિજયજીને કરી. પરંતુ તેઓએ કહ્યું કે, અમારે કોઈ સભા કરવી નથી. અમે કોઇ સભા કરીશું નહિ.
ત્યારબાદ કેટલાક દિવસો પછી મેવાડદેશમાં સાદડી, રાણકપુર અને શિવગંજ આદિ સ્થાનોમાંથી પત્ર આવ્યા. તેમાં લખ્યું હતું કે, અમદાવાદમાં સભા થઈ અને તેમાં મુનિશ્રી રત્નવિજયજી જીત્યા અને મુનિશ્રી આત્મારામજી મ. હાર્યા.
આવી વાતો સાંભળીને નગરશેઠજીએ સર્વ સંઘને ભેગો કર્યો અને શ્રીસંઘની સંમતિથી એક પત્રછપાવીને ઘણા ગામોના શ્રાવકો ઉપર મોકલાવ્યો. તેની નકલ અહીં લખીએ છીએ..
(૩) “પતાનું શ્રી અમદાવાદથી લિ.શેઠ પ્રેમાભાઈ હેમાભાઈ, શેઠ હઠીસંઘ કેસરીચંદ, શેઠ જયસિંઘભાઈ હઠીસંઘ તથા શેઠ કરમચંદ પ્રેમચંદ તથા શેઠ ભગુભાઈ પ્રેમચંદ વગેરે સંઘસમસ્તના પ્રણામ વાંચવા.
વિશેષ (પત્ર) લખવાનું કારણ એ છે કે અહીં ચોમાસું મુનિશ્રી આત્મારામજી મ. રહેલા છે અને મુનિ રાજેન્દ્રસૂરિજી પણ રહેલા છે. તે તમો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org