________________
૬૫
શ્રી ચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧
दुबिभगंधमलस्सावि, तणु रप्पे सण्हाणिया। दुहो वाओवहो चेव, तो चिटुंति न चेइये ॥१॥ तिन्नि वा कुट्टइ जाव, थुइओ तिसिलोगीया।
ताव तत्थ अणुन्नायं, कारणेण परेणंवि ॥२॥ टीका :- एतयोर्भावार्थ : साधवश्चैत्यगृहे न तिष्ठति अथवा चैत्यवंदनांते शक्रस्तवाद्यनंतरं तिस्रः स्तुतिः श्लोकत्रयप्रमाणाः प्रणिधानार्थं यावत्कुर्वते प्रतिक्रमणानंतरं मंगलार्थस्तुतित्रयपाठवत् तावच्चैत्यगृह साधूना-मनुज्ञातं निष्कारणं न परतः ॥ ભાવાર્થ :- આ બંને ગાથાનો ભાવાર્થ એ છે કે સાધુનું શરીર દુર્ગધરૂપ દુર્ગધવાળુ હોવાથી ચૈત્યગૃહમાં મર્યાદા ઉપરાંત ન રહે. તે મર્યાદા એ છે કે ચૈત્યવંદનાના અંતમાં શક્રતવાદિની અનંતર જે ત્રણ થાય ત્રણ શ્લોક પરિમાણ પ્રણિધાનના માટે પ્રતિક્રમણની અનંતર મંગલ માટે ત્રણ સ્તુતિનાં પાઠની જેમ કહી છે. તેટલો સમય જિનમંદિરમાં રહેવાની આજ્ઞા છે. કારણ વિના ઉપરાંત તેની પછી) ન રહે. (તાત્પર્ય એ છે કે સંપૂર્ણ ચૈત્યવંદના ક્ય પછી કારણ વિના સાધુ જિનમંદિરમાં ન રહે.)
હે સૌમ્ય ! આ વ્યાખ્યાન તમારા ચાર થોયના નિષેધ કરવા રૂપ ઇંધનને ભસ્મસાત્ કરનાર છે. તેથી તમારી ત્રણ થોયનો મત પૂર્વાચાર્યોના મતથી વિરુદ્ધ છે. તો હવે તમે પણ એ મતને જલાંજલી આપી દો!
આ રીતે વ્યવહાર ભાષ્યની ગાથાનો નિર્ણય છે !
(૧૯) પૂર્વપક્ષ :- આવશ્યકાદિ શાસ્ત્રોમાં સાધુના મૃતકને પરઠવ્યા પછી ત્રણ થોયની ચૈત્યવંદના કહી છે. તે શાસ્ત્રોના પાઠો આ પ્રમાણે છે.
चेइ धरु उवस्सए वाहाई तीतउ थुई तिन्नि । सारवण व सहीए, करेए सव्वं वसहिपालो ॥१॥ अविहि परिठवणा ए काउस्सगो उ गुरु समीवंमि ।
मंगलं संति निमित्तं, थउत्तउ अजिय संतीणं ॥२॥ ते साहुणो चेइयधरे ता परिहायं तीहिं थुईहिं चेइयाणि वंदिउ आयरिय सगासे
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org