________________
શ્રી ચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧
૪૯ (૯) કોઈ એમ કહે છે કે “લલિતવિસ્તરા ગ્રંથની રચના ૧૪૪૪ ગ્રંથના રચયિતા શ્રીહરિભદ્રસૂરિજીની નથી. પરંતુ કોઇ નવીન શ્રીહરિભદ્રસૂરિજીની રચના છે.” આવું કહેવું તે પણ મહામિથ્યા છે. કારણ કે પંચાશકની ટીકામાં શ્રી અભયદેવસૂરિજી લખે છે કે - “જે ગ્રંથ શ્રીહરિભદ્રસૂરિજીએ રચ્યો છે, તેના અંતમાં પ્રાયઃ વિરહ શબ્દ છે.'
__पंचाशक पाठः । इह च विरह इति । सितांबर श्रीहरिभद्राचार्यस्य कृतेरंक इति।
આ વિરહ અંક લલિતવિસ્તરાના અંતમાં છે. અને યાકિની મહત્તરાના પુત્ર (ધર્મપુત્ર) શ્રીહરિભદ્રસૂરિએ આ લલિતવિસ્તરા વૃત્તિ રચી છે. એવો પણ પાઠ છે. તો પછી લલિતવિસ્તરા ગ્રંથ પ્રાચીન હરિભદ્રસૂરિકૃત નથી, એવું વચન ઉન્મત સિવાય અન્ય કોઈ કહી શકતું નથી. - તથા શ્રીઉપદેશપદની ટીકામાં શ્રીમુનિચંદ્રસૂરિજી આ પ્રમાણે છે કે..
तत्र मार्गो ललितविस्तरायामनेनैव शास्त्रकृतेत्थं लक्षणो न्यरुपि मग्गदयाणमित्यादि।
ભાવાર્થ - ત્યાં જે માર્ગ છે તે લલિતવિસ્તરામાં આ જ ઉપદેશપદ શાસ્ત્રના કર્તા શ્રીહરિભદ્રસૂરિજીએ આ પ્રકારના લક્ષણવાળો કહ્યો છે.
આ કથનથી જે શ્રીહરિભદ્રસૂરિજીએ ઉપદેશપદ ગ્રંથ રચ્યો છે તે જ શ્રીહરિભદ્રસૂરિજીએ લલિતવિસ્તરાવૃત્તિ રચી છે, આ સિદ્ધ થાય છે.
(૧૦) પ્રશ્ન - ઉપમિતિભવપ્રપંચ ગ્રંથની આદિમાં શ્રીસિદ્ધર્ષિજીએ લખ્યું છે કે આ લલિતવિસ્તરાવૃત્તિ મારા શ્રીગુરુ હરિભદ્રસૂરિજીએ મને પ્રતિબિોધ કરવા માટે રચી છે.- આ લેખથી તો લલિતવિસ્તરાવૃત્તિના કર્તા પ્રાચીન શ્રીહરિભદ્રસૂરિજી સિદ્ધ થતા નથી. ઉત્તર :- હે ભવ્ય ! ઉપમિતિભવ પ્રપંચ ગ્રંથની આદિમાં શ્રીસિદ્ધષિજીએ મના તિં વ પરિણીય' ઇત્યાદિ શ્લોકમાં એવું લખ્યું છે કે શ્રીહરિભદ્રસૂરિજીએ મને અનાગત કાળમાં થવાવાળો જાણીને મને જ પ્રતિબોધ કરવા માટે આ લલિતવિસ્તરાવૃત્તિ રચી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org