________________
૪૫
શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ આચરણા સૂત્રના વિરહમાં સર્વાનુષ્ઠાનની વિધિને ધારણ કરે છે. જેમ દીપકના પ્રકાશમાં સુંદર દૃષ્ટિવાળા પુરુષોએ કોઇક ઘટાદિક વસ્તુ જોઈ છે. તે વસ્તુ દીપકના બુઝાઈ ગયા પછી પણ સ્વરૂપથી ભૂલાતી નથી. તે જ રીતે આગમરૂપ દીપક બૂઝાઈ ગયો હોવા છતાં પણ આગમોક્ત વસ્તુ સમ્યક્દષ્ટિ પુરુષ આચરણાથી, આચાર્યોની પરંપરાથી જાણે છે, તેનું નામ આચરણા કેહવાય છે. ૨૩
તથા ધર્મીજનો પૂર્વકાળમાં (જેનાથી) જીવ્યા હતા. અને વર્તમાનમાં (જેનાથી) જીવે છે અને અનાગત (ભવિષ્ય) કાળમાં આવશે, તેને જૈનસાસ્ત્રોમાં કુશલ પુરુષો જીત કહે છે. તે જીતનું નામ જ “આચરણા” કહેવાય છે. ૨૪
તે કારણથી જે અજ્ઞાતમૂલક હોય, (જની ખબર ન હોય કે આ આચરણા કયા આચાર્યો કયા કાળમાં ચાલુ કરી છે, તેને અજ્ઞાતમૂલક આચરણા કેહવાય છે, તેવી અજ્ઞાતમૂલક આચરણા હિંસારહિત અને શુભધ્યાનની જનની હોય, તે આચાર્યોની પરંપરાએ કરીને પ્રાપ્ત થઈ હોય, તે આચરણાને સૂત્રની જેમ પ્રમાણિત માનવી જોઈએ. પી
આ પ્રમાણે “ચૈત્યવંદન મહાભાષ્ય' ના વચનાનુસાર આચરણાનું સ્વરૂપ છે.
(૮) તથા શ્રી પ્રવચન સારોદ્ધાર વૃત્તિમાં (ટકામાં) પણ આ પ્રમાણે લખે છે કે..
इयं स्तुतिश्चतुर्थी गीतार्थाचरणेनैव क्रियते गीतार्थाचरणं तु मूलगणधरभणितमिव विधेयमेव सर्वैरपि मुमुक्षुभिरिति ॥
ભાવાર્થ - આ ચોથી સ્તુતિ (થીય) ગીતાર્થોની આચરણાથી જ કરાય છે. વળી ગીતાર્થોની જે આચરણા છે તે મૂલ શ્રીગણધર ભગવંતોના કથનની સમાન જ સર્વે પણ મુમુક્ષુઓએ કરવી જોઈએ. અર્થાત્ જે રીતે શ્રીગણધર ભગવંતોના વચનોનો આદર કરાય છે, તે જ રીતે ગીતાર્થોની આચરણાનો પણ આદર કરવો જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org