________________
શ્રી ચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧
૪૩ શિષ્ય પૂછે છે કે... હે ભગવન્! સૂત્રની વાર્તા જ કહેવી યુક્ત છે. વંદનાના અધિકારમાં તમે આચરણાની સહાયતા કેમ લો છો? (અર્થાત્ સૂત્ર દ્વારા વંદનાના પ્રકાર બતાવવા યુક્ત છે. તેમાં આચરણાની સહાયતા કેમ લો છો? ||૧૬ll
ગુરુ કહે (બતાવે) છે કે.. હે શિષ્ય સૂત્રમાં ચૈત્યવંદનાના વિધિભેદ સામાન્ય માત્ર-સંક્ષેપમાત્ર કરીને કહ્યા છે તે ચૈત્યવંદના કરવાનો જે ક્રમ છે તે વિશેષે કરીને આચરણાથી જાણી શકાય છે. ૧૭.
કારણ કે જે સૂત્ર છે, તે સૂચનામાત્ર છે. આચરણાથી તે સૂત્રનો અર્થ જાણી શકાય છે. જેમ શિલ્પ શાસ્ત્ર પણ શિષ્ય અને આચાર્યના ક્રમે કરીને જણાય છે. પરંતુ સ્વયમેવ જાણી શકાતું નથી. (તમે ચૈત્યવંદનાના વિવિભેદો પણ વિશેષ કરીને આચારણાથી જ જાણી શકાય છે.) ૧૮.
તથા અન્ય એક એ વાત છે કે. અંગોપાંગ, પ્રકીર્ણક ભેદે કરીને જે શ્રુતસાગર છે, તે નિશ્ચિતપણે અપાર છે. કોણ તે ધૃતસાગરના મધ્યને અર્થાત્ શ્રુતસાગરના તાત્પર્યને જાણી શકે છે ? આપણે ચાહે ગમે તેટલા પંડિત (આપણી જાતને) માનતા હોઈએ ! તો પણ તે ધૃતસાગરના પારને પામી શકતા નથી. ૧લા
પરંતુ જે અનુષ્ઠાન શુભધ્યાનનું જનક હોય અને કર્મનો ક્ષય કરવાવાળું હોય, તે અનુષ્ઠાન અવશ્યમેવ શાસ્ત્ર-અંગ શાસ્ત્રરૂપ સમુદ્રના વિસ્તારમાં કહેલું જ જાણવું જ કારણથી શાસ્ત્રમાં આવું કહ્યું છે કે.. સર્વ અનુષ્ઠાનોને કહેવાવાળું દ્વાદશાંગ છે. કારણ કે જે દ્વાદશાંગ છે તે રત્નાકર સમુદ્ર અથવા રત્નની ખાણ તુલ્ય છે. તેથી જે શુભાનુષ્ઠાન છે, તે સર્વે વીતરાગ પરમાત્માની આજ્ઞા હોવાથી સુંદર છે. તે શ્રુતરત્નાકરમાં મૂલસૂત્રોનો વ્યવચ્છેદ થયો અને બિંદુમાત્ર સંપ્રતિકાળમાં ધારણ કરતે છતે અર્થાત્ બિંદુમાત્ર મૂલસૂત્રો રહ્યા. તે સૂત્રોથી સર્વાનુષ્ઠાનની વિધિ કઈ રીતે જાણી શકાય! તેથી આચરણાથી જ સર્વકર્તવ્યમાં પરમાર્થ જાણી શકાય છે. ૨૧-૨રો.
કહ્યું પણ છે કે બહુશ્રુતોના ક્રમે કરીને જે આચરણા પ્રાપ્ત થઈ છે. તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org