________________
શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧
૩૯ ચોથી થોયને અન્યમતે અર્વાચીન કહી છે. પરંતુ સ્વમત સંમત કહી નથી.
અહીં બુદ્ધિમાન પુરુષોએ એ પણ વિચારવું કે, ટીકાકારશ્રીએ કલ્પભાષ્યની ગાથાના અનુસાર મધ્યમ ચૈત્યવંદનામાં ચાર થાય કહેવાની કહી અને પંચશકસ્તવ રૂપ ઉત્કૃષ્ટ ચૈત્યવંદનામાં આઠ થોય કહેવાની કહી.
આ બંને પંચાશક ટીકાના લેખોને છોડીને એક મધ્યની ત્રીજા પક્ષની માન્યતાને માનવી-પ્રચારવી-પ્રરૂપવી, તે કઈરીતે સમ્યગદષ્ટિઓનું લક્ષણ કેહવાય?
વળી શ્રીરત્નવિજયજી અને શ્રીધનવિજયજી એવું માને છે.
“શાસ્ત્રમાં ત્રણ થાય કોઈ અન્યના મતથી કહી છે અને શાસ્ત્રમાં ચાર થોય પણ કહી છે. એ બંને મતો કહ્યા છે. તે બંનેમાંથી અમે હાલ કોઈનો નિષેધ કરતા નથી. પરંતુ અમારા તપગચ્છના પૂર્વાચાર્યો તથા અન્ય ગચ્છના આચાર્યો સર્વે ચાર થોય માને છે. તેથી અમે પણ ચાર થોય માનીએ છીએ.”
આવું માને તો શું હાનિ આવી જાય !
અમારા અનુભવ પ્રમાણે આવું માનવા પ્રરૂપવામાં કોઈપણ હાનિ દેખાતી નથી. પરંતુ હકીકત એવી છે કે, પહેલાં જે શ્રાવકોની આગળ ત્રણ થોયની પ્રરૂપણા કરી છે, તેમની આગળ ચાર થોયની પ્રરૂપણા કરવામાં તેઓને લજ્જા આવે છે.
પરંતુ અમે કહીએ છીએ કે હે ભવ્ય ! લજ્જા રાખવાથી ઉસૂત્ર પ્રરૂપણા કરવી પડે છે. તેનાથી સંસારને વિસ્તાર ક્યારે પણ થશે નહિ. પરંતુ પંચાશકકારે કહેલી ચાર કે આઠ થોયનો નિષેધ કરવાથી ઉલટાની સંસારવૃદ્ધિ થવાનો સંભવ છે.
અમારા આ લખાણને વાંચીને જે ભવ્યજીવો મતપક્ષપાતથી રહિત થશે તે કયારે પણ ચાર થોયનો નિષેધ અને ત્રણ થોય માનવાનો આગ્રહ રાખશે નહિ.
આ રીતે પંચાશક પાઠનો નિર્ણય પૂર્ણ થાય છે. જેના (૬) પ્રશ્ન :- પંચાશકમાં ચોથી થોયને કોના મત પ્રમાણથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org