________________
શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨
લોકોએ પોતાના ગામના અપઠિત બ્રાહ્મણને લાવીને પંડિતની પાસે બેસાડી દીધો. ત્યારે પંડિતે તે મુર્ખને પૂછ્યું કે ચર્ચા કરશો ? ત્યારે અપઠિત બોલ્યો કે ચર્ચા, મરચા અને ક૨ચા ત્રણે પણ કરીશ.
આ વાત સાંભળીને પંડિત વિચાર કરવા લાગ્યો કે, ચર્ચાનું સ્વરૂપ તો હું જાણું છું. પરંતુ મરચા અને કરચા શું છે ? તે શબ્દ તો મેં સાંભળ્યો પણ નથી.ત્યારે ગામના લોકોએ થાળી વગાડીને (ઢંઢેરો પીટીને) ગામમાં જાહેરાત કરી કે, અમારા ગામનો પંડિત જીતી ગયો. કારણ કે, આ પંડિત તો માત્ર એક ચર્ચા જ જાણે છે અને અમારો પંડિત તો મરચા અને કરચા આ બે અધિક જાણે છે. પછી તે પંડિતનો સર્વ માલ સામાન છીનવી લઈને ગામથી બહાર કાઢયો. ત્યારે તે પંડિત જે રાજાના રાજ્યમાં તે ગામ હતું, તે રાજાની સભામાં જઈને સર્વ વિગત જણાવી. ત્યારે તે રાજાએ તે અપતિ બ્રાહ્મણને અને તેના પક્ષકારોને બોલાવીને પંડિતોની સભામાં ચર્ચા કરાવી. ત્યારે અપઠિત બ્રાહ્મણની પોલ જાહેર થઈ ગઈ. રાજાએ અપઠિત બ્રાહ્મણ અને ગામના લોકોને મોટો દંડ કર્યો અને પંડિતનો માલ સામાન પાછો અપાવ્યો.
શ્રીધનવિજયજીની મોટી પોથીની હાલત પણ આવી જ થવાની છે. આ પ્રમાણેનું દૃષ્ટાંત બૃહત્કલ્પ ભાષ્યમાં પણ, ત્રૈકાક શબ્દ ઉચ્ચાર કરનારા દુર્વિદગ્ધનું લખ્યું છે.
(૪૭) શ્રીધનવિજયજીએ પ્રારંભથી અંત સુધી જે કંઈ પોતાનું મહત્ત્વ લોકોમાં જણાવવા માટે સ્વકલ્પનાથી પલાલભૂત પોથી લખવાનો પરિશ્રમ કર્યો છે, તે સર્વે પણ નિષ્ફળ છે. કારણ કે, તેમણે પોતાના આખા પુસ્તકમાં ક્યાંય પણ ‘પ્રતિક્રમણની આધંતમાં ચાર થોયથી ચૈત્યવંદના ન કરવી.’ આવી પોતાની માન્યતાને પુષ્ટ કરનાર પૂર્વાચાર્ય રચિત કોઈ ગ્રંથની સાક્ષી આપી નથી. સાથે સાથે “જઘન્ય પ્રકારે કે જઘન્યોત્કૃષ્ટ પ્રકારે આટલા દંડક અને આટલી થોયથી ચૈત્યવંદના કરવા.' આવી પોતાની માન્યતાને કોઈપણ સુવિહિત મહાપુરુષના શાસ્ત્રપાઠના આધારે સિદ્ધ કરેલ નથી.
આથી પૂર્વાચાર્યોના લેખની સાક્ષી વિનાની તેમની પોથી રચવાની
Jain Education International
૩૪૫
For Private & Personal Use Only
www.jainelibrary.org