________________
શ્રી ચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨
૩૩૯ -ઇત્યાદિ ઉપર લખેલી વિધિમાં દેવસિક પ્રતિક્રમણની આદિમાં ચાર થોયની ચૈત્યવંદના કરવાની લખી છે. તથા રાત્રિ પ્રતિક્રમણના અંતમાં પણ ચાર થાયની જ ચૈત્યવંદના કરવાની લખી છે, તે પાઠ નીચે મુજબ છે,
"विसाल चैत्यवंदन कही शक्रस्तव भाखइं उभा थइने चार थोड़ देववंदन दाखइं बेसी नमुत्थुणं कही खमासमणं देइं कृत पौषध जे श्राद्ध ताथ मुनिवर जे होइं १३”
ઈત્યાદિ આ વિધિને શા માટે માનતા નથી? શું શ્રીમદ્ યશોવિજયજી ઉપાધ્યાય, શ્રીમાનવિજયજી ઉપાધ્યાય અને શ્રી જ્ઞાનવિમલસૂરિજી તમારાથી ઓછું ભણેલા છે? અથવા કદાગ્રહી હતા? તેથી તેઓના કથન તમે માનતા નથી ? અહીં વાચકો સમજી શકે કે શ્રીધનવિજયજી આદિ મતાગ્રહના કારણે પૂર્વાચાર્યોના કથનોના ફાવતા અંશો પડકે છે અને પોતાની માન્યતામાં અવરોધક બનતા અંશોને બાજુ પર રાખે છે. તેઓની આ નીતિ તેમને જ દુઃખદાયી છે.
(૪૪) પૃષ્ટ-૪૭૯ થી પૃષ્ટ-પ૩૪ સુધીમાં જે કંઈ લખ્યું છે, તે અસત્ય છે. અસત્યનો આશરો લેવાની તેઓની પ્રકૃત્તિ સ્વયમેવ પ્રગટ થાય છે.
પૃષ્ટ-પ૩૫ થી પૃષ્ટ-૫૫૨ સુધીમાં (૧) શ્રીઉત્તરાધ્યયન મૂલ, (૨) ઉત્તરાધ્યયન બૃહદવૃત્તિ, (૩) ઉત્તરાધ્યયન લઘુવૃત્તિ, (૪) ઉત્તરાધ્યયન અન્યવૃત્તિ, (૫) ઉત્તરાધ્યયન અવસૂરિ, (૬) આવશ્યક નિર્યુક્તિ, (૭) આવશ્યક બૃહદ્રવૃત્તિ,
આટલા શાસ્ત્રાનુસારે દેવસિક પ્રતિક્રમણની વિધિ લખીને શ્રીધનવિજયજી લખે છે કે,
આ વિધિઓમાં પ્રતિક્રમણની આદિમાં ચાર થોયની ચૈત્યવંદના તથા મૃતદેવી-ક્ષેત્રદેવીનો કાયોત્સર્ગ કરવાનો કહ્યો નથી.”
આ પ્રમાણે લખીને વિવેકરહિત અપઠિત જીવોને ચાર થોયની ચૈત્યવંદનાનો નિષેધ કરતા હશે, પરંતુ અમે તેમને એટલું જ પૂછીએ છીએ કે.
આ પૂર્વોક્ત દેવસિક પ્રતિક્રમણની વિધિઓમાં દેવસિક પ્રતિક્રમણની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org