________________
શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨
સજ્ઝાય કહેવાય તથા બીજી પોરસીએ અર્થ ચિંતન કરીએ તે ધ્યાન કહેવાય. આથી ધર્મક્રિયાના ફલના સ્વાદની ઇચ્છાવાળા જીવે (સાધકે) ઇરિયાવહિયા પડિક્કમીને કરણી કરવી. તે વિના કશું જ ફળ ન મળે.
એટલે જ એમ કહ્યું કે, ઇરિયાવહી પડિક્કમ્યા વિના જે સામાયિક કરે તે વાંઝિયું સામાયિક છે. તે સામાયિકાદિ કરણી સૂત્ર પ્રમાણે ઇરિયાવહી પડિક્કમીને જ કરવી તથા મહાનિશીથસૂત્ર તે છ છેદસૂત્રની મધ્યમાં છે.
(૩૨) જો કોઈ શ્રીનિશીથસૂત્રના વચનને સામાન્ય વચન કહે અને ચૂર્ણીના વચનને વિશેષવચન કહે, તો તે લેશમાત્ર યોગ્ય નથી. કારણ કે, મહાનિશીથ સૂત્ર પૂ.ગણધર ભગવંત દ્વારા વિરચિત છે. કહ્યું છે કે પંચાંગી પૈકી ‘સૂત્ર'ની રચના પૂ.ગણધર ભગવંતે કરેલી છે. ‘નિર્યુક્તિ’ની રચના શ્રીશ્રુતકેવલી મહારાજે કરી છે. ‘ભાષ્ય’ની રચના પૂર્વગત સૂત્રધારીએ કરી છે. ‘ચૂર્ણી’ની રચના બહુશ્રુત પરમર્ષિ એ કરી છે. સર્વસૂત્રની જુની ટીકા શ્રીસિદ્ધસેનાચાર્યની છે.
૧૪૪૪ ગ્રંથના રચયિતા, સુવિહિત ગચ્છના ધોરી શ્રીહરિભદ્રસૂરિજી દ્વારા વિરચિત શ્રીદશવૈકાલિક સૂત્રની બૃહદવૃત્તિમાં લખ્યું છે કે,... ઇરિયાવહી પડિક્કમ્યા વિના કોઈ ક્રિયા કરવી નહિ અને ઇરિયાવહી પડિક્કમ્યા વિના જો ક્રિયા કરીશ તો તે ક્રિયા અશુદ્ધ થશે. તે પાઠ આ પ્રમાણે છે.
૩૧૭
“इर्यापथप्रतिक्रमणमकृत्वा नान्यत्किमपि कुयात्तदशुद्धतापत्तेः ॥” इति दशवैकालिकवृत्तौ हारिभद्र्यां ॥२॥
શ્રી ભગવતી સૂત્રના ૧૨મા શતકના પહેલા ઉદ્દેશામાં પુસ્ખલી શ્રાવકે ઇરિયાવહી પડિક્કમીને શ્રમણોપાસક શંખને વંદના, નમસ્કાર કરીને એમ કહ્યું, તે સૂત્ર પાઠ આ છે.
"ततेणं पोक्खली समणोवासए जेणेव पोसहसाला जेणेव संखे समणोवासए तेणेव उवागच्छइ उवागच्छित्ता गमणागमणे पडिक्कमति र त्ता संखं समणोवासगं वंदति णमंसती"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org