________________
શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨
૩૧૫
(૩૧) અહીં શ્રીમહાનિશીથ સૂત્રના ત્રીજા અધ્યયને એમ કહ્યું છે કે જે વખતે કોઈ જીવ, અર્થાત્ બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચતુરિન્દ્રિય યાવત્ પંચેન્દ્રિય કે જે પ્રાણી છે, ભૂત એટલે વનસ્પતિકાય અને સત્ત્વ એટલે પૃથ્વી આદિ ચાર સ્થાવર, આ પ્રાણી, સત્ત્વ, ભૂત રૂપ જીવોની સંઘટ્ટના કરી અથવા તેમને પરિતાપના ઉપજાવી, તે વખતે મનમાં પ્રશ્ચાતાપ ઉપયો. હા ! હા! હા ! અમોએ ઘણું જ દુષ્ટ કામ કર્યું, અતિશય રાગ, દ્વેષ, મોહ, મિથ્યાત્વ, અજ્ઞાનદશાથી અંધ બનીને પરલોકના કષ્ટોને વિચાર્યા વિના કૂરકર્મ નિર્દયપણે કર્યું. હવે કેવી રીતે પાપથી અળગો થઇશ, એ રીતે પરમવૈરાગ્યને રંગે રંગાતો પાપની આલોચના કરીને, નિંદા કરીને, ગહ કરીને, પ્રાયશ્ચિત અંગીકાર કરીને, શલ્પરહિત થઈને, ચિત્તને સમાધિમાં સ્થાપીને અશુભકર્મોનો ક્ષય કરવા માટે જેનાથી આપણા આત્માને હિત થાય એવી કરણી કરે. એટલે ચૈત્યવંદના આદિ કરીને સમગ્ર સામાયિક પડિક્કમણું પોસહ પ્રમુખ કરણી કરે, તે વખતે તે કરણીના ઉપયોગને વિશે સાવધાનપણે તે કરતાં પ્રાણી વર્તે અર્થાત કરણીના ઉપયોગપૂર્વક સાવધાનપણે સાધક ક્રિયા કરે છે.
તેનાથી તે રીતે કરતા પ્રાણીના (સાધકના) મનની એકાગ્રતા થાય, ચિત્તની સમાધિ થાય અને તેના યોગે સકલ જગતના જીવોના (જીવો એટલે પૂર્વે જણાવેલ પ્રાણી, ભૂત અને સત્ત્વ તમામ જીવોના) અભિષ્ટ ફળની પ્રાપ્તિ થાય. (આથી કહ્યું કે સર્વજગતના જીવ ઉપર સમભાવે વર્તવું તે જ સામાયિક કહેવાય છે. यदुक्तं श्री आवश्यकनिर्युक्तौ ॥
समो जो सव्व भूयेसु तसेसु थावरेसु य तस्स सामाइयं होइ इइकेवली भासियं ॥१॥
–તે કારણથી ગૌતમ ઈરિયાવહિયા પડિક્કમ્યા વિના કોઈપણ કરણી કરવી ન જ કહ્યું.
દેવવંદન આઠ સ્તુતિએ વાંદવા તથા પ્રથમ પોરસીએ સૂત્રપાઠ કરે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org