________________
શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨
૩૦૭ તે તો તેમની ઉન્માર્ગસન્મુખતા અને પૂર્વાચાર્યો તથા સંઘની વિરોધિતાને પ્રગટ કરે છે.
(૨૮) પ્રશ્ન- પૂર્વોક્ત ૧૩ ગ્રંથોમાં (‘ચતુર્થસ્તુતિનિર્ણયશંકોદ્ધાર” પુસ્તકના પૃષ્ટ-૧૮૩ ઉપર જણાવેલા આવશ્યક બૃહદ્રવૃત્તિ વગેરે ૧૩ ગ્રંથોમાં) તો પ્રથમ કરેમિભંતે અને પછી ઇરિયાવહીયા પડિફકમવાની કહી છે, તો તમે પોતાના શ્રાવકોને આવા પ્રકારની વિધિ કેમ બતાવતા નથી? જવાબ:- હે સૌમ્ય ! તે શાસ્ત્રોના પાઠ અતિગંભીર છે. અને મારી મતિ આતિતુચ્છ છે. તેથી હું તે શાસ્ત્રોના આશય સમજી શકતો નથી. કારણ કે શ્રીવિજયસેનસૂરિજી સેનપ્રશ્નમાં નીચે પ્રમાણે લખે છે કે... I તથા તા:
___ तथा सामायिकाधिकारे पूर्वमीर्यापथिकीप्रतिक्रमणं शास्त्रानुसार्युत पश्चादिति प्रश्नोऽत्रोत्तरं ॥ सामायिकाधिकारे महानिशीथहारिभद्रियदशवैकालिकबृहदवृत्याद्यनुसारेण युक्त्यनुसारेण सुविहित परंपरानुसारेण च पूर्वमीर्यापथिकी प्रतिक्रमणं युक्तिमत्प्रतिभाति यद्यप्यावश्यकचूर्णौ पच्छा इरिआवहीअए पडिक्कमइ इत्युक्तमस्ति परं तत्र साधुसमीपे सामायिककरणानंतरं चैत्यवंदनमपि प्रोक्तमस्ति ततः इर्यापथिकीप्रतिक्रमणं सामायिकसंबंधमेवेति कथं निश्चीयते तेन चूर्णिगत सामायिक करणसामाचारी सम्यक तया नावागम्यते तदपि योगशास्त्रवृत्तिश्राद्धदिनकृत्यवृत्यादौ पश्चादीर्यापथिकीप्रतिक्रमणं निर्णीतं कथं भवतीति ॥ ભાવાનુવાદ (પ્રશ્ન-) સામાયિકના અધિકારમાં પ્રથમ “ઇરિયાવહીયા' કરીને ‘કરેમિભંતે'ની પટ્ટી (પાઠ) કહેવો શાસ્ત્રાનુસાર યુક્ત છે કે પ્રથમ કરેમિભંતે અને પછી ઇરિયાવહી કરવી યુક્ત છે? જવાબ-સામાયિકના અધિકારમાં મહાનિશીથ, શ્રીહરિભદ્રસૂરિકૃત દશવૈકાલિકસૂત્રની બૃહદ્રવૃત્તિ આદિ અનુસાર તથા યુક્તિ અનુસાર તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org