________________
૨૯
શ્રી ચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧
| શ્રી જૈનધર્મો જયતિતરમ્ | અથ ન્યાયાંભોનિધિ પૂ.આ.ભ. શ્રી આત્મારામજી મહારાજા વિરચિત ચતુર્થસ્તુતિ નિર્ણયાખ્ય ગ્રંથ પ્રારંભ
તત્રાવ બંધામ: (૧) પ્રારંભમાં (વિક્નોનો નાશ કરવા માટે) મંગલ કરાય છે
नमः श्रीज्ञातपुत्राय, महावीराय श्रेयसे ।
रत्नत्रयनिधानाय जिनेन्द्राय जगद्विदे ॥१॥ अन्यानपि स्तौमि जिनेन्द्रचंद्रान, ध्यायामि साक्षाच्श्रुतदेवतां च ।
रत्नत्रय श्रीसमलंकृतांगान् प्रारब्धसिद्धये सुगुरुन श्रयामि ॥२॥ શ્લોકાર્થ :- રત્નત્રયીના નિધાનસમાન, જગતના જ્ઞાતા, જ્ઞાતવંદન કલ્યાણકારી જિનેશ્વર શ્રી મહાવીર પરમાત્માને નમસ્કાર થાઓ.
અન્ય પણ શ્રીજિનેશ્વરરૂપી ચંદ્રોને સ્તવું છું. મૃતદેવતાનું સાક્ષાત્ ધ્યાન કરું છું. રત્નત્રયી દ્વારા સમલંકૃત અંગવાળા શ્રીગુરુ ભગવંતોનું આરંભેલા કાર્યની સિદ્ધ માટે શરણું સ્વીકારું છું. ૧-રા.
fશ: 97 વિશીષ્ટવસ્તુનિ પ્રવર્તમાના દેવતા નમસ્યRપૂર્વમેવ प्रायः प्रवर्तते । इष्टदेवतानमस्कार- पूर्वकं प्रवर्तमानानां च देवताविषय शुभभावसमूहविघ्नव्यपोहत्वेन प्रारब्धशास्त्रे प्रवृत्तिरपि अप्रतिहतप्रसरा स्यात् । अतः प्रथमं मंगलोपन्यासः ॥
કોઈપણ ઇષ્ટ પ્રવૃત્તિમાં પ્રવર્તતા શિખપુરુષો ઈષ્ટદેવતાના નમસ્કાર પૂર્વક જ પ્રાયઃ પ્રવર્તે છે. ઇષ્ટદેવતાના નમસ્કાર પૂર્વક પ્રવર્તેલાઓનો દેવતા વિષયક શુભભાવના સમુહથી વિઘ્નોનો નાશ થતો હોવાના કારણે તેઓની) આરંભેલા શાસ્ત્રમાં પ્રવૃત્તિ પણ અપ્રતિહિત પ્રસારવાળી બને છે-નિરાબાધ બને છે-નિર્વિને સમાપ્તિનું કારણ બને છે. આથી જ ગ્રંથના પ્રારંભમાં પ્રથમ મંગલનો ઉપન્યાસ કર્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org