________________
શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨
૨૯૫
પુસ્તકાન્તરનો પાઠ માનવા યોગ્ય છે, તો તેમાં પોતાની ચતુરાઈ ક્યાં
ચાલી ગઈ ?
જો તમે એમ કહેશો કે એકાંત તો નથી ? તો હું પૂછું છું કે મેં એકાંત કયા સ્થળે લખ્યો છે ?
તથા તમે જે લખો છો કે, આત્મપ્રબોધમાં લખ્યું છે કે શ્રવર્ધમાનસૂરિની શિષ્ય પરંપરામાં શોભનાચાર્ય થયા છે.
-અસત્ય લખવામાં તમારી આંતરદૃષ્ટિ તો નાશ થઈ ગઈ છે. પરંતુ તમે બાહ્યદૃષ્ટિથી પણ દેખતા હોવ, તેમ લાગતું નથી. કારણ કે, આત્મપ્રબોધમા જે પાઠ છે, તે હું પૂર્વે લખી આવ્યો છું અને તમે તે પાઠથી કંઈક જુદા પ્રકારનું જ જાહેર કરો છો.
આથી હે ભવ્યો ! શ્રીધનવિજયજીએ સર્વ પોથી (પુસ્તક) પોતાની કાલ્પનિક વાતોથી ભરી દીધી છે. તેથી તે કાલ્પનિક, અસત્ય વાતોનો કેટલા ઉત્તર આપું ?
જો શ્રીધનવિજયજી સત્યવાદી હોય, તો પોતે કરેલી વાતોને જૈનશાસ્ત્રોમાંથી બતાવે.
(૨૪) પૃષ્ઠ-૧૪૯માં શ્રીધનવિજયજીએ લખ્યું છે કે... “કેટલીક ચોથી થોયોમાં પોતાના-પરના શરીરનું રક્ષણ, સુખ, વળી શત્રુના સમુદાયનો નાશ કરવો ઇત્યાદિક યાચના તથા નમસ્કાર કરવો અને તે દેવની જય બોલવવીને પોતાના ઐશ્વર્યાદિને વધારવા વગેરેની યાચનાઓ કરી છે. સામાયિકાદિમાં એવી યાચના કરતાં વ્યવહારથી પણ સાવદ્ય લાગે.’
શ્રીધનવિજયજીની આ વાત પણ મહામિથ્યા છે. કારણ કે આવો લેખ કોઈપણ જૈનશાસ્ત્રમાં નથી તથા “પૂર્વોક્ત ચોથી કહેવાથી વ્યવહારમાં પણ સાવદ્ય લાગે” - આવું જે લેખકે લખ્યું છે, તે કયા જૈનશાસ્ત્રમાં છે ? તે અમને જવાબ આપો.
વળી ‘વ્યવહારમાં સાવદ્ય લાગે’ - આ લેખથી એ પણ સિદ્ધ થાય છે કે, નિશ્ચયમાં સાવદ્ય ન લાગે. અને નિશ્ચય માનવો તે પણ ભગવાનની આજ્ઞા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org