________________
શ્રી ચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨
ર૭૧ હિંસક-અનાચારી હતા. તમારા લેખ મુજબ તેમને આચાર્યપદવી આપવાનો અધિકાર નહોતો. કારણ કે, શ્રીધનવિજયજી (પોતાના પુસ્તકની પ્રસ્તાવનાના) પૃષ્ટ-પ૬ ઉપર લખે છે કે.. કોઈ સંયમી આચાર્ય અને સંઘ વિના આપેલું આચાર્યપદ હોતું નથી.-માન્ય બનતું નથી.
તો અમે પૂછીએ છીએ કે... આ તમારા ગુરુને ક્યા સંયમી આચાર્ય આચાર્યપદ આપ્યું છે? આ તમારા લેખ મુજબ તો તમે બંને નરક નિગોદરૂપ કારાગારમાં પડવાની ઈચ્છા કરો છો.
વળી “વિજયધરેન્દ્રસૂરિજીએ તમારા ગુરુને આચાર્ય પદવીની અનુમતિ આપી.” પ્રથમ તો આ વાત જ અસત્ય છે. કારણ કે, વિજયધરણેન્દ્રસૂરિજીના કોઈપણ આદેશી (આજ્ઞાવર્તી) યતિ કહેતા નથી કે, શ્રી પૂજ્યજીની અનુમતિથી જ તેમણે આચાર્યપદ ધારણ કર્યું છે.
બીજી વાત એ છે કે,.... શ્રીપૂજ્યજીએ શ્રીરત્નવિજયજી સમાન સુરુપ સુંદર અન્ય કોઈ પુરુષ નહિ દેખા હોય ! કારણ કે, તમારા ગુરુનું રૂપ તો મારવાડની પદ્મની સ્ત્રીની સમાન ઘણું જ આશ્ચર્યકારી છે.
નંદીસૂત્રની ટીકામાં લખ્યું છે કે, જે અપાત્રને અપાત્ર જાણવા છતાં આચાર્ય પદવી આપે તો તે મહાપાપી છે.
આ શાસ્ત્રવચનથી વિચારવું જોઈએ કે, જે કંઈ હકીક્ત ઘટી છે, તે દુર્ગતિગમનનું કારણ ન કહેવાય તો શું કહેવાય? અને પાલીતાણા બાબતમાં જે હકીકત લખી છે તે સત્ય સત્ય જ લખી છે, તેને વાંચીને તમને ન ગમે તે સ્વાભાવિક જ છે.
(૧૨) શ્રીધનવિજયજી (પોતાના પુસ્તકની પ્રસ્તાવનાના) પૃ.-૧૪ ઉપર લખે છે કે... “રાજેન્દ્રસૂરિજીએ કહ્યું કે અમે તો અમારા સાધુને પણ કાગળ-પત્ર ગૃહસ્થના હાથે લખવા-લખાવવા તથા મોકલવા-મોકલાવવામાં દોષ ગણીએ છીએ. તો ગૃહસ્થને કાગળ-પત્ર લખવો, લખાવવો, મોકલાવવાનો તો અમારો વ્યવહાર જ નથી.”
પ્રથમ તો શ્રી રાજેન્દ્રસૂરિજી-ધનવિજયજી જિનશાસ્ત્રના અનભિજ્ઞ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org