________________
શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૨
પોતાની જાતે જ તેની અસત્યતાને જાણી લેશે.
(૯) તે પુસ્તકના પ્રસ્તાવનાના પૃષ્ઠ-૧ ઉપર શ્રીધનવિજયજી લખે છે કે.. “(શ્રી)આત્મારામજી આનંદવિજયજીએ સૂત્રાગમ, અર્થાગમ પૂર્વધરાદિ આચાર્યોની પરંપરાગત આવેલી ત્રણ થોય, તથા પૂજા-પ્રતિષ્ઠાદિ કા૨ણે પૂર્વાચાર્યોએ આચરેલી ચોથી થોય જિનચૈત્યમાં નિષેધ કરી, એકાંતે પ્રતિક્રમણ સામાયિકમાં ચોથી થોય સ્થાપન કરી.”
૨૬૫
પ્રથમ તો આ લેખ જ લેખકશ્રીના મૃષાવાદનો સૂચક છે. કારણ કે, પૂર્વાચાર્યો દ્વારા વિરચિત કોઈપણ ગ્રંથમાં આવો લેખ જ નથી કે... “પૂજાપ્રતિષ્ઠાદિ કરવામાં ચોથી થોય આચરણ કરી છે, પરંતુ જિનૈચત્યમાં (જિનમંદિરમાં) ચોથી થોય કહેવાનો નિષેધ છે તથા દેવસિ-રાઈ પ્રતિક્રમણની આણંતમાં ચાર થોયની ચૈત્યવંદના કરવાનો નિષેધ છે.”
"
પરંતુ તપાગચ્છના ભટ્ટારક શ્રીજયચંદ્રસૂરિજીએ અવિચ્છિન્ન પરંપરાથી ચાલી આવેલી બંને પ્રતિક્રમણની આધંતમાં ચાર થોયની ચૈત્યવંદના કરવાની વિધિ ‘પ્રતિક્રમણગર્ભહેતુ’ગ્રંથમાં લખી છે. તેનો પાઠ ચતુર્થસ્તુતિનિર્ણય, ભાગ-૧ના પૃષ્ઠ-૨૭ ઉપર દેખી લેવો.
Jain Education International
-શ્રીઉત્તરાધ્યયનસૂત્રની બૃહવૃત્તિના કર્યાં વાદિવેતાલ શ્રીશાંતિસૂરિજીએ ચૈત્યવંદન મહાભાષ્યમાં પૂર્વાચાર્ય આચરિત નવ પ્રકારની ચૈત્યવંદના બતાવી છે. તે પણ પૂર્વોક્ત ગ્રંથમાંથી પૃષ્ટ ઉપરથી જોઈ લેવી. –શ્રીસંઘાચારવૃત્તિમાં શ્રીધર્મઘોષસૂરિજીએ પણ આ પ્રમાણે જ કથન
કર્યું છે.
-કોઈપણ ગ્રંથમાં જિનચૈત્યમાં ચોથી થોયનો નિષેધ કર્યો નથી. માત્ર શ્રીધનવિજયજીએ જ ચોથી થોયના નિષેધ કરણરૂપ મહાપાપકારી ઉત્સૂત્રભાષણનું પોટલું પોતાના માથે ઉપાડ્યું છે.
વળી શ્રીધનવિજયજી જે લખે છે કે, ‘ત્રણ થોયની પરંપરા પૂર્વધર આચાર્યોથી ચાલી આવે છે.' આ પણ અસત્ય છે. કારણ કે, તપાગચ્છભટ્ટારક શ્રીમુનિસુંદરસૂરિજીના શિષ્ય શ્રીવિબુધહર્ષભૂષણજી પોતાના દ્વારા રચિત
For Private & Personal Use Only
www.jainelibrary.org