________________
શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧
૨૪૩ ચક્રધરા, કર્પર્દિયક્ષ, ગૌરી, કાલી, અંબા, વૈરો, અંબિકા આની સ્તવના કરી છે.
•••••••• હવે ભવ્ય જીવોએ વિચારવું જોઇએ કે શ્રીજિનેશ્વરસૂરિજીના ઉપદેશથી તથા પૂર્વાચાર્યોની પરંપરાથી પૂર્વાચાર્યસંમત ચોથી થાય છે. તો તેનો નિષેધ કરવો તે જિનાજ્ઞાધારક પ્રામાણિક પુરુષનું લક્ષણ નથી. કારણ કે જે પુરુષ પૂર્વાચાર્યોની આચરણાનો ઉચ્છેદ કરે છે, તે જમાલિની જેમ નાશને પામે છે. આવું કથન શ્રીસૂયડાંગ સૂત્રની નિયુક્તિમાં શ્રીભદ્રબાહુસ્વામિજીએ કર્યું છે. તે પાઠ આ પ્રમાણે છે.
आयरिय परंपराए, आगयं जो च्छेय बुद्धिए।
कोइ वोच्छेय वाइ, जमालिनाशं स नासेइ ॥१॥ અર્થ :- આચાર્યોની પરંપરાથી જે આચરણા ચાલી આવે છે, તેનો ઉચ્છેદ કરે અર્થાત્ ન માનવાની જો બુદ્ધિ કરે, તો જમાલિની જેમ નાશ પામે છે.
શ્રીઠાણાંગસૂત્રની ટીકામાં શ્રુતજ્ઞાનવૃદ્ધિના સાત અંગ કહ્યા છે. સૂત્ર, નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ, પરંપરા અને અનુભવ આનો જો કોઇ ઉચ્છેદ કરે તો તે દુર્ભવ્ય અર્થાત્ અનંત સંસારી છે. આવું કથન પૂર્વપુરુષોએ કર્યું છે.
આથી શ્રીરત્નવિજયજી અને શ્રીધનવિજયજી જો જૈનશૈલી પામીને પોતાના આત્માનો ઉદ્ધાર કરવાની જિજ્ઞાસા રાખવાવાળા હશે તો મને હિતેચ્છુ જાણીને અને ક્વચિત્ કટુ શબ્દના લેખ દેખીને તેના ઉપર હિતબુદ્ધી લાવીને અથવા જો તેને બહુ માનીને આધીન રહ્યા હશે. તો મને માફી આપીને મિત્રભાવથી આ પૂર્વોક્ત લેખોને વાંચીને શિષ્ટપુરુષોનું અનુસરણ કરીને ધર્મરૂપવૃક્ષોનું ઉમૂલન કરનારા ત્રણ થોયના કદાગ્રહને છોડીને કોઈ સંયમી ગુરુની પાસે ચારિત્ર ઉપસંપર્ લઈને શુદ્ધ પ્રરુપક થઈને આ ભરતખંડની ભૂમિને પાવન કરશે તો એ બંનેનું કલ્યાણ શિધ્રાતિશીધ્ર થઈ જશે, અહીં અમારા આશીર્વાદ છે. વહૂતિનેમ્િ II
,
,
,
,
,
,
,
,
,
,
,
,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org