________________
શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧
૨૪૧
શ્રી અજિતનાથ ભગવાનના સંબંધથી શ્રીઅપરાજિતા દેવીની થોય છે. એ જ રીતે રોહિણી, પ્રજ્ઞપ્તિ, વજશૃંખલા, વર્જકુશી અપ્રતિચક્રા, કાલી, માનવી, પુરુષદત્તા, મહાકાલી, ગૌરી, ગાંધારી, માનસી, મહામાનસી, કાલી, મહાકાલી, વૈરોટ્યા, વાગેવતા, મૃતદેવી, ગૌરી, યક્ષરા, અંબિકા, આ રીતે અનુક્રમથી ચોવીસ થોયોમાં આ દેવતાઓની સ્તવના કરી છે.
તે સર્વે થોયો ગ્રંથગૌરવના ભયથી સર્વ થયો અહીં લખતા નથી. જો કોઈને તે થોયો જોવાની ઇચ્છા હોય તો તે ગ્રંથ મારી પાસે છે, તે આવીને જોઈ શકે છે. તથાપિ તેમાંથી બાવીસમાં શ્રીનેમિનાથના સંબંધની ચાર થાય અહીં લખીએ છીએ.
चिरपरिचितलक्ष्मी प्रोष्भ्यसिद्धौरतारा, दमरसदृशमा वर्जितां देहि नेमे । भवजलनिधि- मज्जज्जंतु निर्व्याजबंधो । दमरसदृशमा वर्जितां देहि नेमे ॥८५॥ विदधदिह यदासां निर्वृत्तौ शं मणीना । सुखनिरततनुतानोनुत्तमास्ते महांतः । ददतु विपुलभद्रां दागं जिनेन्द्राः श्रियं । स्वः सुखनिरतनुतानोनुत्तमास्ते महांतः ॥८६॥ कृतव्समुतिबलर्द्धिध्वस्तरुग्मृत्युदोषं । परममृतसमानं मानसं पातकां तं । प्रतिद्दढरुचि कृत्वा शासनं जैनचंद्रं । परममृतसमानं मानसं पातकांतं ॥८७॥ जिनवचनकृतास्था संश्रिता कम्रमानं, समुदित सुमनस्क दिव्यसौदामनीरुकृ । दिशतु सततमंबा भूतिपुष्पात्मकं नः । समुदितसुमनस्कदिव्यसौदामनीरुक् ॥८॥
(૮૧) શ્રીજિનેશ્વરસૂરિજીના શિષ્ય અને નવાંગી વૃત્તિકાર શ્રીઅભયદેવસૂરિજીના ગુરુભાઈ, સંસારાવસ્થામાં શ્રીધનપાલ પંડિતના સગા ભાઈ શ્રીશોભનાચાર્ય મહામુનિ વિ.સં. ૧૦૨૯માં થયા હતા. તેમણે પણ શ્રીબપ્પભટ્ટસૂરિજીની જેમ ૨૪૮૪=૯૬ થોયો રચી છે. તેમાં પણ ચોવીસે ચોથી થોયોમાં અનુક્રમથી શ્રુતદેવતા, માનસી, વજસૃખંલા, રોહિણી, કાલી, ગંધારી, માહમાનસી, વજંકુશી, જવલનાયુદ્ધા, માનવી, મહાકાલી, શ્રી શાંતિદેવી, રોહિણી, અય્યતા, પ્રજ્ઞપ્તિ, બ્રહ્મશાંતિયક્ષ, પુરુષદત્તા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org