________________
શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧
૨૧૩
આ લેખમાં જયારે પંચાંગીમાં પૂર્વાચાર્યોની પરંપરા માનવાની કહી છે. અને તેને પણ શ્રીરત્નવિજયજી-ધનવિજયજી પોતાનો મનઃ કલ્પિત નવીન પંથ ચાલુ કરાવાનો ઇરાદો પૂર્ણ કરવા માટે માનતા નથી, ત્યારે તો તેમને સુજ્ઞજનો કેવીરીતે પંચાંગી માનવાવાળા કહી શકે ? કારણ કે શ્રીસ્થાનાંગ સૂત્રની વૃત્તિ પણ સૂત્રોના પાંચ અંગો પૈકીનું એક અંગ છે. વૃત્તિમાં કરેલું કથન પણ એમને માનવામાં જો અનુકૂલ આવતું નથી. ત્યારે તો જે કથનથી પોતાનો મત સિદ્ધ થઇ જાય, તે કથન જે ગ્રંથમાં હોય તેના કથનોને જ માનો, પરંતુ તે જ ગ્રંથમાં તેમના મતનું ખંડન કરનારા, વચનો હોય તે તેને ન માનવા જોઈએ !- આ રીતે સ્થાનકવાસીઓની જેમ પોતાને અનુકૂળ હોય તે વચન સત્ય અને અનુકૂળ ન હોય તે અસત્ય કહી દેવાની વાણીતુલ્ય વાણી બની જાય છે.
અમારું કહેવું એ છે કે કુર્તક કરવાવાળા શાસ્ત્રકારોના લેખોને જુઠા (અસત્ય) સિદ્ધ કરવા માટે કોટ્યાવધિ યુક્તિઓ કરે, પરંતુ મહાગંભીર આશયવાળા અને સમુદ્ર જેવી બુદ્ધિવાળા પૂર્વાચાર્યોએ જે શાસ્ત્રોની રચના કરી છે, તેના અસ્ખલિત વચનનો કોઇ કુતર્કી તુચ્છમતિવાળા લોકોથી પરાભવ થઇ શકતા નથી. પરંતુ પરાભવ કરવાવાળા પોતાના જાતે જ સ્ખલના પામે છે.
જે શાસ્ત્રની અપેક્ષા છોડીને પોતાની યુક્તિઓથી નવીન પંથ કાઢવાનો ઉદ્યમ કરવાની ઇચ્છા રાખે છે, તેની વાણી ભલે મુર્ખ લોકોમાં પ્રમાણ બની જાય, પરંતુ વિવેકીજનોની આગળ તો તેમની વાણી તદ્દન નિસ્તેજ બની જાય છે. અસત્ય ક્યારે પણ સત્ય બની જતું નથી.
હવે એમના કહેવા પ્રમાણે પંચાંગી માનવાથી તો મ્રુતદેવતા, ક્ષેત્રદેવતા અને ભવનદેવતાનો કાયોત્સર્ગાદિ કરવાના સિદ્ધ થતા નથી. પરંતુ અમે સત્ય કહીએ છીએ કે તેમને જે આ સમજ પોતાના દિલમાં સ્થિર કરી છે, તે પણ તેમની અસત્ય કલ્પના છે. પરંતુ સાપેક્ષ કલ્પના નથી. અમે પંચાંગીના પાઠોથી જ પૂર્વોક્ત દેવતાઓના કાયોત્સર્ગ કરવાનું પ્રમાણ છે, એવું સિદ્ધ કરીએ દઈએ છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org