________________
૨૦૭
શ્રી ચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧
व्याख्या :- मिथ्यात्वगुणयुतानां प्रथमगुणस्थानवर्तिनां नृपादीनां नरेश्वरादीनां कुर्वंति पूजादि अभ्यर्चननमस्कारादि इह लोककृत्ते मनुष्यजन्मोपकारार्थ सम्यक्त्वसंयुतानां दर्शनसहितनां ब्रह्मशांत्यादीनामिति शेषः । न पुनर्नैव मूढा अज्ञानिनः इति गाथार्थः ॥ (૬૮) ભાવાર્થ :- “તદ્દવંમતિ.” ઇત્યાદિ ગાથાની વ્યાખ્યા તથા શબ્દ વાદાંતરને કહેવા માટે છે બ્રહ્મશાંત્યાદિનો “મ'કાર પૂર્વવત્ જાણવો. આદિ શબ્દથી અંબિકાદિ ગ્રહણ કરવા. કેટલાક લોકો એમના પૂજનાદિનો નિષેધ કરે છે. આદિ શબ્દથી શેષ તેમનું ઔચિત્ય ગ્રહણ કરવું. તેમની પૂજાનો નિષેધ કરવો યોગ્ય નથી. કારણ કે સિદ્ધાંતાદિ મહાશાસ્ત્રોની વૃત્તિકાર શ્રીહરિભદ્રસૂરિજીને બ્રહ્મશાંતિ આદિની પૂજા ઉચિતકૃત્ય સંમત છે. તેઓશ્રીએ શ્રીપંચાલકજીમાં તેનું કથન કર્યું છે. આ પ્રમાણે ગાથાર્થ છે તે હવે કહેવાય છે.
“સાદમ્પિયાડ” ઇત્યાદિ ગાથાની વ્યાખ્યા આ જે શાસન દેવ છે. તે સમ્યગૃષ્ટિ છે. મહા ઋદ્ધિમાન છે, સાધર્મિક છે, તેથી તેમની પૂજા કાયોત્સર્ગાદિ ઉચિતકૃત્ય કરવા શ્રાવકોને યોગ્ય છે. માત્ર શ્રાવકોએ જ તેમની પૂજાદિ કરવી એવું નહિ સમજવું પરંતુ સંયમી સાધુ પણ તેમનો કાયોત્સર્ગ કરે છે. તે હવે બતાવતાં કહે છે કે...
“વિધાય ” ઇત્યાદિ ગાથા ૧૦૦૧ ની વ્યાખ્યા વિદ્ગોનો નાશ કરવા માટે સાધુ પણ ક્ષેત્રદેવતાદિને ગ્રહણ કરવા કાયોત્સર્ગ કરે છે. આદિ શબ્દથી ભવનદેવતાદિને ગ્રહણ કરવા તેથી માત્ર શ્રાવકોએ જ તેમનો કાયોત્સર્ગ કરવો એવું ન સમજવું પરંતુ સાધુ પણ કરે છે. આ અપિ સબ્દનો અર્થ છે. કારણ કે પૂર્વોક્ત કાયોત્સર્ગ કરવો, આ કથન શ્રુતકેવલી શ્રીભદ્રબાહુ સ્વામીએ કહ્યું છે. હવે તે જ બતાવતાં કહે છે કે...
વીસમ્પ” ઇત્યાદિ ગાથા ૧૦૦૦ની વ્યાખ્યા. ચાતુર્માસમાં સંવત્સરીમાં ક્ષેત્રદેવતાનો કાયોત્સર્ગ કરવો અને પાક્ષિકમાં ભવનદેવતાનો કાયોત્સર્ગ કરવો. કોઈક એક આચાર્ય ચાતુર્માસીમાં પણ ભવનદેવતાનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org