________________
શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧
૧૪૯
मुवविसइ पमज्ज संडासे ॥१६॥ पुव्वविहिणेव पेसिअ, पुत्तिं दाउण वंदणे गुरुणो । इच्छामो अणुसहित्ति, भणिउ जाणुहिं तो ठाई ॥१७॥ गुरु थुई गहणे थुइतिण्णि, वद्धमाणरक्खस्सरो पढई । सक्कथयत्थवं पढिअ, कुणइ पच्छित्त उस्सग्गं ॥१८॥ एवंता देवसियं ॥ ।
(૪૮) ભાવાર્થ :- સુગમ છે. ઉપરોક્ત બતાવેલી દેવસિ પ્રતિક્રમણ વિધિમાં પ્રતિક્રમણની આદિમાં ચાર થોયની ચૈત્યવંદના કરવાની અને અંતમાં શ્રુતદેવતા-ક્ષેત્રદેવતાનો કાયોત્સર્ગ અને તેમની થોય કહેવાની કહી છે. નોંધ :- આ ધર્મસંગ્રહ પ્રકરણ પૂ.આ.ભ.શ્રી હીરસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન મહોપાધ્યાય શ્રીમાનવિજયજીએ રચેલ છે. અને આ ગ્રંથનું સંશોધન જેમને સરસ્વતીએ પ્રત્યક્ષ થઈને ન્યાય શાસ્ત્ર વિદ્યા અને કાવ્ય રચવાનું વરદાન આપ્યું હતું અને કાશીમાં પંડિતો દ્વારા ન્યાયવિશારદ પદ અપાયેલ, તથા અનેક ગ્રંથના રચયિતા, અનેક કુમતિઓને પરાજિત કરનારા ષશાસ્ત્ર તર્યાલંકારનાવેત્તા મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજાએ કર્યું છે.
હવે સૌએ વિચારવું જોઈએ કે આવા આવા મહાપુરુષોના વચનને જો કોઈ તુચ્છ બુદ્ધિવાળો પુરુષ ન માને, તો પણ એવી તુચ્છબુદ્ધિવાળાનું વચન માને તો તેનાથી અધિક મુખશિરોમણિ કોને કહેવા !
વળી મને મોટું આશ્ચર્ય થાય છે કે શ્રીરત્નવિજયજી અને શ્રીધનવિજયજી પોતાની પટ્ટાવલીમાં ‘તપા” બિરૂદધારી શ્રીજગચંદ્રસૂરિજીને પોતાના આચાર્ય તરીકે લખે છે ત્યારબાદ દેવસૂરિ, પ્રભસૂરિ અર્થાત્ વિજયદેવસૂરિ વિજયપ્રભસૂરિ વગેરે લખે છે અને લોકોની આગળ તપાગચ્છનું નામ લેતા પણ નથી. કોઈ પૂછે તો તેમને પોતાના ગચ્છનું નામ સુધર્મગચ્છ બતાવે છે. આવું કહેવાથી તો તેમની મોટી શઠતા સિદ્ધ થાય છે. કારણ કે આ કામ સભ્યવાદિઓનું નથી અર્થાત્ એક બાજુ જુદુ લખવું અને બીજી બાજું બોલવાનું જુદું રાખવું, તે સત્યવાદીનું કામ નથી.
વળી તપાગચ્છની સામાચારી કે જે શ્રીજગચંદ્રસૂરિ, શ્રીદેવેન્દ્રસૂરિ, શ્રીધર્મઘોષસૂરિ તથા તેમની અવચ્છિન્ન પરંપરાથી ચાલે છે, તેને છોડીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org