________________
શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ આ સિદ્ધ થાય છે.
જો ‘વેયાવચ્ચગરાણં' આ પાઠ અવશ્ય કહેવા યોગ્ય ન હોત તો શ્રીહરિભદ્રસૂરિજી પોતાની પ્રતિજ્ઞા પ્રમાણે આ પાઠનું વ્યાખ્યાન ન કરત.
વળી જો ‘વૈયાવચ્ચગરાણં' પાઠાધિકારને ઉજ્જિતાદિ અધિકારની જેમ કોઇ આચાર્ય કહે, કોઇ ન કહે ત્યારે તો તે યાદચ્છિક હોત અને તેથી તો ઉજ્જિતાદિ ગાથાની જેમ એનું પણ વ્યાખ્યાન શ્રીહરિભદ્રસૂરિજી ન કરત. પરંતુ તેઓશ્રીએ વ્યાખ્યાન કર્યું છે. તેથી સિદ્ધાદિ ગાથાઓની સાથે ‘વેયાવચ્ચગરાણં’ ઇત્યાદિ આ પાઠ અનુવિદ્ધ અર્થાત્ એની સાથે જોડાયેલ જ છે. વચ્ચે તૂટેલો નથી. આથી સિદ્ધાણં ઇત્યાદિ ગાથાઓની સાથે જોડાયેલો પાઠ પણ કહેવા યોગ્ય જ છે.
જો તમે એમ કહેશો કે લલિતવિસ્તરામા શ્રીહરિભદ્રસૂરિજીનું કરેલું વ્યાખ્યાન અમને પ્રમાણ નથી. ત્યારે તો સકલ ચૈત્યવંદનાના ક્રમનો અભાવ થઇ જશે. કારણ કે સૂત્રમાં ચૈત્યવંદનાનો એવો ક્રમ કહ્યો નથી અને લલિતવિસ્તરા વિના ચૈત્યવંદનાના ક્રમનો અન્યગ્રંથમાં વ્યાખ્યાન કર્યું પણ હોય, તો તે પણ લલિતવિસ્તરાના અનુસારી હોવાથી પાછળથી કરેલ છે. અને નવીન વ્યાખ્યાન જો કોઈ સારું પણ કરે તો પણ તે વ્યાખ્યાન સંસારની વૃદ્ધિ કરનાર છે. અને જે લલિતવિસ્તરામાં વ્યાખ્યાન છે, તે ગુરુપરંપરાના ઉપદેશથી આવેલ છે. તેથી સ્વરછંદ કલ્પનાથી નથી. આથી આ વિષયમાં મધ્યસ્થ બનીને વિચાર કરવો યોગ્ય છે. સૂક્ષ્મબુદ્ધિ દ્વારા સૂત્રના રહસ્યનું ચિંતન કરવું અને શ્રુતવૃદ્ધોની સેવા કરવી યોગ્ય છે. કદાગ્રહ રહિત પ્રવર્ત્તના જોઈએ અને પોતાની શક્તિ અનુરૂપ પ્રયત્ન કરવો જોઈએ.
આ રીતે બીજો, દસમો અને અગીયારમો આ ત્રણ છોડીને શેષ પહેલાથી લઈને બારમા અધિકાર પર્યંત નવ અધિકારોનું ગુરુ પંરપરાના ઉપદેશથી આવેલા લલિતવિસ્તરામાં વ્યાખ્યાન કર્યું છે.
ત્યાં ‘સિદ્ધા કૃત્તિ સિદ્ધ” આદિ શબ્દથી પાક્ષિક સૂત્રની ચૂર્ણી આદિ ગ્રહણ કરવી. ત્યાં પાક્ષિક સૂત્રમાં આ પ્રમાણે સૂત્ર છે કે “વેવવિશ્ર્વતિ'
Jain Education International
૧૨૧
For Private & Personal Use Only
www.jainelibrary.org