________________
૧ ૧૭
શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ પ્રયોજન છે?
તે સમયે કુબેરદત્તા દેવી રોષ કરીને જતી રહી.
તે મથુરાપક અન્યત્ર ફરતા ફરતા મથુરાનગરીમાં આવ્યા. તેમણે તપથી દેવીને આરાધી, ત્યારે દેવીએ પ્રગટ થઈને કહ્યું કે, મારું શું કાર્ય છે? તે સમયે મથુરાપકે શ્રીસંઘની જીત માટે સહાયતા માંગી.
ત્યારે કુબેરદત્તા દેવી કહેવા લાગી કે, તમારે મારા જેવી અસંયતીનું શું કામ પડ્યું છે? કે જેથી મને યાદ કરી !
ત્યારબાદ મુનિશ્રીએ પશ્ચાતાપ કર્યો અને કુબેરદત્તા દેવીને મિચ્છામિ દુક્કડમ્ આપ્યું.
સંતુષ્ટ થયેલી દેવીએ ઉપાય બતાવતાં કહ્યું છે કે, કાલ સવારે હું સ્તંભ ઉપર શ્વેત ધજા કરીશ અને તમારે તથા શ્રીસંઘે રાજાને કહેવું કે જો કાલે પ્રભાતમાં સ્તુભ ઉપર શ્વેત વર્ણની ધજા હોય તો અમારો ખુબ જાણવો અથવા જો અન્ય વર્ણની ધજા હોય તો અમારો નહિ માનવો.
આ વાત સાંભળીને રાજાએ પોતાના સૈનિકોની સ્તુભ પાસે ચોકી ગોઠવી. પરંતુ પ્રવચન ભક્ત દેવીએ પ્રભાતમાં શ્વેત પતાકા લહેરાવી. તે દેખીને રાજા અને પ્રજા ખૂબ મોટેથી બોલવા લાગ્યા કે,.. ઘણા કાલ સુધી જયવંત રહો !, જિનશાસનના ભક્તો જયવંત રહો!
આ રીતે સમ્યફદૃષ્ટિ દેવતાનું સ્મરણ કરવાથી પ્રવચનની પ્રભાવના દેખી ઘણા લોકો જૈનધર્મી થઈ ગયા. મુનિ પણ સુગતિમાં ગયા.
આ રીતે મથુરાક્ષપક વૃત્તાંત પૂર્ણ થાય છે.
આ કારણથી સમ્યફદષ્ટિ દેવતાની અવશ્યમેવ કાયોત્સર્ગ કરીને થાય કહેવી જોઈએ.
(૩૮) હવે જે અધિકાર જે પ્રમાણથી કહ્યા છે, તેને અસંમોહાર્થે (કોઈને બાર અધિકાર હોવા છતાં નવ કેમ કહ્યા? આવી મુઝવણ ન થાય તે માટે) લઘુભાષ્યકાર પ્રગટ કરતાં કહે છે કે....
नव अहिगारा इह ललितवित्थरा वित्तिमाइ अणुसारा ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org