________________
મહાતીર્થનાયકની પૂજાસ્નાત્રાદિ વિધિ પતાવી પોતાના રાજ્ય તરફ ચાલી નીકળે છે.
માર્ગમાં અનેક રાજાઓથી પૂજાયેલા પોતાના વડીલબંધ નૂતન મહારાજાનો જયસેન દ્વારા ખૂબ જ મોટા મહોત્સપૂર્વક ઠાઠમાઠથી પ્રવેશ કરાવાય છે. સમગ્ર નગરજનોના હૈયામાં પણ આજે આનંદ સમાતો નથી, સૌ કોઇ નગરના માર્ગ ઉપર રંગોળી, નૃત્ય-ગાનાદિ અનેકવિધ પ્રકારે નૂતન મહારાજાના વધામણાં કરવા ઉમટી પડ્યા હતા. મહારાજા ભીમસેન પણ પૂર્વના સર્વ વ્યસનાદિ દુર્લક્ષણથી મુક્ત બની રાજયના સુવ્યવસ્થિત કારોભાર માટે સ્વબંધુજયસેનને યુવરાજપદ ઉપર, પરદેશીમિત્રને કોશાધિપતિપદ ઉપર સ્થાપિત કરે છે. મંત્રીમંડળના સહયોગ સાથે પિતાની માફક ન્યાયપૂર્વક પ્રજાનું પાલન કરવામાં તત્પર બને છે. મહારાજા ભીમસેનના રાજગાદી ઉપર આરૂઢ થયા બાદ તેના રાજ્યમાં ન તો કોઇ ચોર આદિ ભય રહ્યો, ન કોઇ પ્રજાપીડન, ન અનાવૃષ્ટિ કે અતિવૃષ્ટિ, ન સ્વપરશત્રુ સેન્યની પીડા, ન કોઇ દુકાળ- અશિવાદિ ઉપદ્રવો રહ્યા. પૂર્વ અવસ્થામાં આવેશમાં આવીને કરેલી માતાપિતાની હત્યાનું પાપ તેને ખૂબ ડંખતું હતું, જેના વિપાક સ્વરૂપે ભાવિની ચિંતા તેને કોરી ખાતી હતી તેથી તેણે પાપની મુક્તિ માટે ગામોગામ ઠેર ઠેર જિનેશ્વર પરમાત્માના જિનાલયોનું નિર્માણ કરાવવાનો યજ્ઞ માંડયો. પૃથ્વીતલની ભૂમિને જિનાલયોથી શોભાવવાનો ભગીરથ પ્રયાસ કર્યો, દેવગુરૂ તથા સાધર્મિક ભક્તિમાં પરાયણ, દીનબંધુઓ પ્રત્યે દયાળુ, પરોપકારવ્યસની એવો ભીમસેન રાજા ધર્મ-અર્થ-કામને અબાધક રીતે રાજ્યનું પાલન કરવા લાગ્યો.
સમયને સથવારે દિવસો પસાર થઇ રહ્યા હતા તેવામાં એક દિવસ જિનેશ્વર પરમાત્માની ભક્તિમાં તત્પર એવા એક વિદ્યાધરને બહાર પોતાના ઉદ્યાનમાં આવેલા જોઇને રાજા ભીમસેન પૂછે છે, ‘“ હે ભદ્ર પુરૂષ ! આપ ક્યાંથી પધારો છો ? '' વિદ્યાધર કહે છે, ‘ મહારાજા ! તીર્થાધિરાજ શ્રી શત્રુંજયમહાગિરિ તથા મહાપ્રભાવક ઉજ્જયંત મહાગિરિની યાત્રા કરીને હું અહીં જિનેશ્વર પરમાત્માની ભક્તિ કરવા આવ્યો છું.’'
64
વિદ્યાઘરના વચનોથી મહારાજા ભીમસેનને સ્મરણ થયું કે, “ અહો ! ધિક્કાર છે મને ! જે રૈવતગિરિ મહાતીર્થના અચિન્ત્યપ્રભાવથી જ હું આજે આટલા સુખનો સ્વામી બન્યો છું તેનુંજ હું સ્મરણ કરતો નથી ! અને ફરી તે મહાતીર્થની યાત્રા ભક્તિ કરવાનો વિચાર પણ કરતો નથી ’’ ઉપકારીના ઉપકારનું સ્મરણ કરવામાં ચૂકી ગયેલો શોકાતુર બની વૈરાગ્ય પામેલો રાજા ભીમસેન રાજ્યનો સઘળો ભાર લઘુબંધુ જયસેનને સોંપીને અલ્પ સેવક સમૃદ્ધિ સાથે લઇને રૈવતાચલ તરફ પ્રયાણ કરે છે. પ્રથમ સિદ્ધગિરિ મહાતીર્થ ઉપર યુગાદિજિનની પૂજા-ભકિત સાથે અઠ્ઠાઇ મહોત્સવ કરી તે રૈવતગિરિ તીર્થ ઉપર જાય છે. ત્યાં કપુર, કેશર, ઉત્તમચંદન, નંદનવનમાં થયેલા વિવિધ પુષ્પોથી શ્રી નેમિનાથ પરમાત્માની પૂજા કરી વિવિધ ઉત્સવપૂર્વક પરમાત્માની ભકિત કરે છે. અનુક્રમે દાન, શીલ,તપ,ભાવભેદ રૂપી ચતુર્વિધ ધર્મની ઉત્કૃષ્ટ આરાધના કરે છે.
૪
Jain Ed
rary.org