________________
લી
.
કામ
titivirustriaries livinitin TilyHAI
SHAH ની શાન
કરૂણાના સાગર, દયાના ભંડાર એવા મુનિવર પણ તેમના વૃત્તાંતને સાંભળી સાંત્વન આપતા કહે છે, “હે યુવાનો! તમે પૂર્વભવોમાં કંઈ ધર્મની આરાધના કરી નથી તેથી આટલા દુઃખી જણાવો છો ! શાસ્ત્રમાં કહ્યું છે કે,
कुले जन्म च नैरूज्यं सौभाग्यं सुखमद्भुतम् । लक्ष्मीरायुर्यशो विद्या हृद्यारामस्तुरंगमाः ||१||
मातंगा जनलक्षैस्तु परिचर्या तथार्यता।
चक्रिशक्रेश्वरत्वं च धर्मादेव हि देहिनाम् ॥२॥ જીવોને સુકુલમાં જન્મ, નિરોગીપણું, સૌભાગ્ય, અદ્ભુત સુખ, લક્ષ્મી, દીર્ધાયુષ્ય, યશ, વિદ્યા, સુખસંપત્તિ, હાથી, ઘોડા અને લાખો લોકો દ્વારા સેવા, આર્યપણું, ચકીપણું તથા ઇન્દ્રપણું ધર્મથી જ પ્રાપ્ત થાય છે.
માટે હે ભીમસેન! અનર્થની પરંપરાજનક આર્તધ્યાન ન કર!તારા વડે પૂર્વભવોમાં અઢાર ઘડી સુધી મુનિને પીડા પહોંચાડવામાં આવેલી છે. સજ્જન પુરૂષોએ મુનિભગવંતોની બાહ્ય-અત્યંતર સેવા ભક્તિ દ્વારા આરાધના કરવી જોઈએ, વિરાધના ન કરવી જોઇએ. આરાધના કરવાથી કટનાશ પામે અને વિરાધના કરવાથી કષ્ટ પ્રાપ્ત થાય છે. તેના પ્રતાપે આજે આટલા વર્ષોથી તું સતત દુઃખી થયો. હવે રૈવતગિરિ મહાતીર્થની સેવા-ભક્તિ કરવાથી તારા તે સર્વ શેષકર્મોનો નાશ થતાં તું સર્વસંપત્તિનો સ્વામી બની, સમગ્ર પૃથ્વીને જિનાલયોથી શોભાવીને અંતે મુક્તિપદનો ભોગી બનીશ, તેથી હવે લેશમાત્ર પણ વિષાદ કર્યા વગર શ્રદ્ધા-ભક્તિ અને ભાવોલ્લાસપૂર્વક રેવતગિરિ તરફ પ્રયાણ કર!” મુનિભગવંતના આવા અમૃતવચનોનુંઝવણ કરીને ઉત્સાહપૂર્વક રૈવતગિરિ મહાતીર્થના પરમસાન્નિધ્યમાં પગરવ માંડે છે. ત્યાં ઘોરતપશ્ચર્યાના મહાયજ્ઞને માંડી, શરીર પ્રત્યેનું મમત્વ છોડી દે છે. રૈવતગિરિના પ્રચંડ પ્રભાવનો પ્રારંભ અનુભવતો ભીમસેન સંઘસમેત સંઘપતિ બનીને આવેલા પોતાના લઘુબંધુ જયસેન રાજાને જિનાલયમાં પ્રદક્ષિણા ફરતો જુએ છે. મહારાજા, રાજમંત્રી તથા રાજ્યના લોકોએ પણ તેને જોઈને ઓળખી જતાં પ્રદક્ષિણા વિધિ પૂર્ણ થતાં જયસેન રાજા આનંદવિભોર થઈ તેને ભેટી પડે છે.
હર્ષાશ્રુથી ઉભરાતાં નેત્રવાળો જયસેન રાજા અત્યંત નમ્ર બની કહે છે. “હે વડીલબંધુ! એવું કોઈ સ્થાન બાકી રહ્યું નથી કે જ્યાં મેં આપને શોધ્યાન હોય, આપની શોધમાં ગામોગામ અનેક સેવકોને મહીનાઓ સુધી દોડાવ્યા છતાં આપનો કોઈ જ પત્તોન લાગ્યો, ભાઈ! આપ આટલા વર્ષ કયાં રહ્યા હતાં? પધારો! આટલા વર્ષોથી થાપણની જેમ સાચવેલા આપના રાજ્યનો સ્વીકાર કરો !” લઘુબંધુના અતિઆગ્રહને વશ થઈ ભીમસેન પણ તેના હૈયાના ભાવોને લક્ષમાં રાખી મંત્રીગણ સમેત સ્વરાજ્યનો ભાર વહન કરવાની સંમતિ આપે છે. હૈયામાં ઉછળતી આનંદની છોળો સાથે મહારાજા ભીમસેન, જયસેન, મંત્રીગણ અને સર્વલોક આ
ના