________________
એવા સુર, અસુર અને નરેશ્વરો હર્ષ પામે છે, તે અવસરે શ્રી કૃષ્ણ વાસુદેવ પૂછે છે, “હે પરમ કરૂણાસાગર ! આ પ્રતિમા જે મારા પ્રાસાદમાં સ્થાપન કરવાની છે, તે ત્યાં કેટલો કાળ રહેશે? અને પછી બીજે ક્યાં ક્યાં પૂજાશે?”
પ્રભુ કહે છે, જ્યાં સુધી દ્વારિકાપુરી રહેશે ત્યાં સુધી એ પ્રતિમા તમારા પ્રાસાદમાં પૂજાશે, ત્યારપછી કાંચનગિરિ ઉપર દેવતાઓ તેની પૂજા કરશે. મારા નિર્વાણના બે હજાર વર્ષ બાદ અંબિકાદેવીની આજ્ઞાથી ઉત્તમ ભાવનાવાળો રત્નસાર નામનો એક વણિક એક ગુફામાંથી તે પ્રતિમાને લાવી આ રેવતગિરિ પર પ્રાસાદમાં પધરાવી તેની પૂજા કરશે. પછી એક લાખ, ત્રણ હજાર બસોને પચાસ વર્ષ સુધી તે પ્રતિમા ત્યાં રહીને પછી ત્યાંથી તે અદ્રશ્ય થઈ જશે, તે વખતે એકાંતે દુષમ દુષમકાળના છઠ્ઠા આરાનો પ્રારંભ થતાં અધિષ્ઠાયિકા અંબિકાદેવી તે જિનબિંબને પાતાળલોકમાં પૂજશે, પછી બીજા દેવતાઓ પણ તેની પૂજા કરશે.”
વર્તમાન કાળમાં બિરાજમાન ગિરનારમંડન શ્રી નેમિનાથ ભગવાનના અદ્ભુત ઈતિહાસને જાણીને તેનો સાર એ નીકળે છે કે આ પ્રતિમા ગત ચોવીસીના ત્રીજા સાગર તીર્થંકર પરમાત્માના કાળમાં પાંચમા બ્રહ્મલોક દેવલોકના બ્રહ્મસ્વે ભરાયેલ હોવાથી ભરતક્ષેત્રમાં વર્તમાનમાં સૌથી પ્રાચીનતમ પ્રતિમા તરીકે આ પ્રતિમાની ગણના થાય.
શ્રી નેમિનાથ પ્રભુની પ્રતિમાની પ્રાચીનતાનો કાળઃ ગત ઉત્સર્પિણીના પ્રથમ આરાના ૨૧૦૦૦ વર્ષ + બીજા આરાના ૨૧૦૦૦ વર્ષ + ત્રીજા આરાના ૮૪૨૫૦ વર્ષ બાદ શ્રી સાગર તીર્થકર થયા હોવાથી ૨૧૦૦૦+૨૧૦૦૦+૮૪૨૫૦= ૧૨૬૨૫૦ વર્ષ વીત્યા બાદ અમુક વર્ષે બ્રહ્મન્દ્ર દ્વારા પ્રતિમા ભરાવેલ હશે તેથી ગત ઉત્સર્પિણીના ૧૦ કોડાકોડીસાગરોપમ માંથી સાધિક ૧૨૬૨૫૦ વર્ષ ઓછો કાળ ગત ઉત્સર્પિણી કાળનો થયો.
૧૨૬૨૫૦ વર્ષ જૂન ૧૦ કોડાકોડી સાગરોપમમાં વર્તમાન અવસર્પિણી કાળના ૧૦ કોડાકોડી સાગરોપમ કાળમાંથી ૬ઠ્ઠા આરાના ૨૧,૦૦૦ વર્ષ તથા પાંચમા આરાનાં શેષ ૧૮૪૮૪ વર્ષ બાદ કરતાં ૩૯૪૮૫ વર્ષ જૂના આ અવસર્પિણીકાળની પ્રાચીનતાનો થાય તેથી
criticistry1:11:11:11:1111:11:11-
11 FIFTTTTTT TTTEXTER
T/TWITTER