________________
:::::::::::::::::::::::
::::: tet-1:111111111111111111 1iii
i
iiiiii
i
iાજslimit:ffilinn-first1= its:
1:15:41:1114:17:::::x:x: :::::::::::::::::::::::::::
જિનેન્દ્રસૂરિ મહારાજ સાહેબના હસ્તે કરવામાં આવી હતી. આ જિનાલયના ઉત્તરદિશા તરફના પ્રાંગણમાં એક દેડકી વાવ નામની વાવ છે. પૂર્વે જિર્ણોદ્વાર દરમ્યાન રંગમંડપ વગેરે સ્થાનોની તૂટેલી પૂતળીઓ કાઢીને આ વાવની આજુબાજુ મૂકવામાં આવેલી છે.
ઉત્તરદિશા તરફની બારીથી બહાર નીકળતાં ભીમકુંડ આવે છે. ભીમકુંડઃ
આ ભીમકુંડ ઘણોજ વિશાળ છે. તે લગભગ ૭૦ ફુટ લાંબો અને ૫૦ ફુટ પહોળો છે. આ કુંડ ૧૫માં શતકમાં બનેલો હોવાનું જણાય છે. ઉનાળાની સખત ગરમીમાં પણ આ કુંડનુ પાણી શીતળ રહે છે. આ કુંડની એક દિવાલમાં એક પાષાણમાં શ્રી જિનપ્રતિમા તથા હાથ જોડી ઉભા રહેલા શ્રાવક-શ્રાવિકાની પ્રતિમા કોતરેલી જોવા મળે છે.
પશ્ચિમ દિશા તરફ કુંડની પાળે પાળે આગળ વધતાં ઉત્તરાભિમુખ નીચે ઉતરવાના પગથિયા આવે છે. આ પગથિયા પૂરા થતાં નાગીમાતાની દેરીના નામે એક દેરી આવે છે. જેમાં સામે જ નીચેના ભાગમાં એકપાષાણનો પિંડ જોવામાં આવે છે. તથા ડાબા હાથની દિવાલના ગોખલામાં શ્રી નેમિનાથ પરમાત્મા તથા જમણા હાથની દિવાલના ગોખલામાં શ્રી નેમિપ્રભુના શાસન અધિષ્ઠાયિકા અંબિકાદેવીની મૂર્તિ બિરાજમાન છે. આ દેરીની ચોકીની છત ઉપરના અધૂરા ઘુમ્મટ ઉપરથી દેરીના નિર્માણનું કાર્ય કોઈપણ કારણોસર અધુરૂં મૂકવામાં આવ્યું હોવાનું જણાય છે. ત્યાંથી આગળ વધતાં શ્રી ચન્દ્રપ્રભ સ્વામિના જિનાલય સુધી જવાનો કેડીમાર્ગ આવે છે.
(૫) શ્રી ચન્દ્રપ્રભસ્વામિનું જિનાલય - (શ્રી ચન્દ્રપ્રભસ્વામિ-૧૬ ઈંચ)
શ્રી ચન્દ્રપ્રભસ્વામિના આ જિનાલયનું સ્થાન એકદમ એકાંતમાં આવેલું છે. આ જિનાલયમાં મૂળનાયક શ્રી ચન્દ્રપ્રભસ્વામિની પ્રતિમાની પ્રતિષ્ઠા વિ.સં.૧૭૮૧માં થયેલ છે. આ જિનાલયની છત અનેક કલાકૃતિઓથી સુશોભિત છે. જેમાં ચારે બાજુ ફરતી પૂતળીઓ સ્થાપિત કરી રંગ પૂરવામાં આવેલ છે. આ જિનાલયથી ઉત્તરદિશાએ થી ૩૦-૩૫ પગથિયાં નીચે ઉતરતાં ગજપદ કુંડ આવે છે.
'स्पृष्ट्वा शत्रुजयं तीर्थं नत्वा रैवतकाचलम् स्नात्वा गजपदे कुंडे पुनर्जन्म न विद्यते'
જs:
ne :
:::: Lin;
TET
1
TET
-TET TTTTTTTTTTTTTT TE::::::
::::::