________________
-
થિી
*
A
કી ' ==tqctsar::::::::::::::
RANE
- A A 1- ::::::::::::::::::::::rs1:કામા,
A A 1R A A A કાકા મામા મામા ના કાકાના
r: :::::
છતમાં અત્યંત મનોહારી કોતરણીઓ મનને આહ્લાદ પમાડે છે. આગળ વધતાં ઉત્તર દિશા તરફની દેરીઓમાં મધ્યમાં રહેલી મોટી દેરીમાં શ્રી શાંતિનાથ ભગવાનની ચૌમુખજી પ્રતિમાઓ બિરાજમાન કરવામાં આવેલ છે.
આ જિનાલયના મુખ્યદ્વારથી બહાર આવી ડાબી તરફ વળતાં સગરામ સોનીની ટૂંકમાં જવાનો માર્ગ આવે છે. તથા સામેની દિવાલની પાછળ નવોકુંડ આવેલ છે.
(૩) સગરામ સોનીની ટૂંકઃ- (શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ ભગવાન-૨૯ ઇંચ)
મેરકવશીની ટૂંકમાંથી બહાર નીકળી ઉત્તરદિશાના દ્વારમાંથી સગરામસોનીની ટૂંકમાં પ્રવેશ થાય છે. આ બાવન જિનાલયના મુખ્ય જિનાલયમાં બે માળવાળો અત્યંત મનોહર રંગમંડપ છે, જેમાં પૂજા વગેરે અનુષ્ઠાન દરમ્યાન ઉપરનાં ભાગમાં સ્ત્રીઓને બેસવા માટે સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. આ રંગમંડપમાંથી મૂળનાયકના ગભારામાં પ્રવેશતાં સામે જ શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા બિરાજમાન કરવામાં આવેલ છે. જેની પ્રતિષ્ઠા વિ.સં.૧૮૫૯ના જેઠ સુદ૭ ને ગુરૂવારે આ.જિનેન્દ્રસૂરિ મહારાજસાહેબના હસ્તે થયેલ છે. અન્ય જિનાલયોના ગભારાની ઊંચાઈની અપેક્ષાએ આ જિનાલયના ગભારાની અંદરની ઊંચાઈ કંઈક વિશેષ જણાય છે. આ ગભારાની છતની ઊંચાઈ લગભગ ૩૫ થી ૪૦ ફુટ ઊંચી છે. ગિરનારના જિનાલયોમાં આ જિનાલયનું શિખર સૌથી ઊંચુ જણાય છે.
સગરામ સોની કે સંગ્રામ સોનીના નામે ઓળખાતું આ જિનાલય હકીકતમાં સમરસિંહ માલદે દ્વારા ઉદ્ધાર કરીને તદ્દન નવું જ નિર્માણ કરવામાં આવેલ છે તેવું કેટલાક વિદ્વાનોએ વાસ્તવિક પ્રમાણ દર્શાવવાપૂર્વક જણાવેલ છે.
આ જિનાલયની ભમતીના ઉત્તરદિશા તરફના દ્વારથી બહાર નીકળતાં કુમારપાળની ટૂંકમાં જવાનો માર્ગ આવે છે. તથા તે માર્ગની જમણી બાજુ ડોકટર કુંડ તથા ગીરધર કુંડ આવેલા છે.
(૪) કુમારપાળની ટૂંક - (શ્રી અભિનંદન સ્વામિ-૨૪ ઇંચ)
કુમારપાળની ટૂંકમાં પ્રવેશતાં મુખ્ય જિનાલયની ચારેબાજુ ઘણું મોટુ પ્રાંગણ જોવા મળે છે. આ પ્રાંગણમાં થઈ જિનાલયમાં પ્રવેશ કરતાં એક વિશાળ રંગમંડપ આવે છે જેમાં આગળ વધતાં બીજો રંગમંડપ આવે છે. આ જિનાલયના મૂળનાયક તરીકે શ્રી અભિનંદન સ્વામિ બિરાજમાન છે. જેની પ્રતિષ્ઠા વિ.સં.૧૮૭૫ના વૈશાખ સુદ ૭ ના શનિવારે આ
Jain Education
orary.org