________________
ગજપદ કુંડ ઃ
જય શ્રી શત્રુંજયતીર્થને સ્પર્શીને શ્રી રૈવતગિરિને નમસ્કાર કરીને ગજપદકુંડમાં સ્નાન કરનારને ફરી જન્મ લેવો પડતો
નથી.
આ ગજપદકુંડ ગજેન્દ્રપદ કુંડ તથા હાથી પગલાંનો કુંડ નામે પણ ઓળખાય છે. આ કુંડનો ઉલ્લેખ ૧૩ થી ૧૫માં શતક સુધીમાં રચાયેલ ગિરનાર સંબંધી લગભગ તમામ જૈન સાહિત્યમાં મળે છે. તે ઉપરાંત સ્કન્દપુરાણ અંતર્ગત પ્રભાસખંડમાં પણ તેનો ઉલ્લેખ જોવા મળે છે. આ કુંડના એક થાંભલામાં જિનપ્રતિમા કોતરવામાં આવેલી છે.
શ્રી શત્રુંજય માહાત્મ્ય અનુસાર શ્રી ભરત±વર્તી, ગણધરભગવંતો પ્રતિષ્ઠાર્થે ગિરનાર આવેલા ત્યારે શ્રી નેમિજિન પ્રાસાદની પ્રતિષ્ઠા કાજે ઇન્દ્ર મહારાજ પણ ઐરાવણ હાથી ઉપર આરૂઢ થઇ આવ્યા હતા. તે અવસરે પ્રભુના સ્નાત્રાભિષેક માટે એરાવણહાથી દ્વારા ભૂમિ ઉપર એક પગ દબાવરાવીને કુંડ બનાવ્યો હતો જેમાં ત્રણેય જગતની વિશિષ્ટ નદીઓના જલ આ કુંડમાં ઉતરી આવ્યા હતા. તે વિશિષ્ટ જલ વડે ઇન્દ્રમહારાજાએ ભક્તિ કાજે પ્રભુના અભિષેક કરાવ્યા હતા.
આ અત્યંત પ્રભાવક જલના પાન તથા સ્નાન કરતાં અનેક રોગો નાશ પામે છે. જેમકે ખાંસી, શ્વાસ, ક્ષય, કોઢ, જલોદર જેવા ભયંકર રોગો પણ શમી જાય છે. આ કુંડના જલથી સ્નાન કરી ભગવાનને જે અભિષેક કરે છે, તેના કર્મમલ દૂર થતાં તે પરંપરાએ મુક્તિપદને પામે છે.
આ કુંડમાં ચૌદહજાર નદીઓના પ્રવાહ દેવના પ્રભાવથી આવે છે, તેથી આ ઘણો પવિત્ર કુંડ છે. આ કુંડનું પાણી મીઠું અને નીતરતા ઘી જેવું નિર્મળ છે. વિ.સં.૧૨૧૫ના શિલાલેખ અનુસાર આ કુંડની ફરતી દિવાલ બાંધી તેમાં અંબિકાની અને અન્ય મૂર્તિઓ મૂકાયાનો ઉલ્લેખ જોવા મળે છે.
આ ગજપદકુંડના દર્શન કરી પાછા ફરતાં કુમારપાળની ટૂંકની બારીમાંથી અંદર પ્રવેશ કરી શ્રી નેમિનાથજીની ટૂંકમાંથી બહાર નીકળીને પુનઃઉપરકોટ-(દેવ કોટ) ના મુખ્યદ્વાર પાસેના રસ્તા ઉપર આવી શકાય છે. આ મુખ્યદ્વારની સામે મનોહરભુવનવાળી ધર્મશાળાની રૂમો પાસેથી સુરજકુંડ થઇને શ્રી માનસંગ ભોજરાજના દેરાસરે જવાય છે.
(૬) માનસંગ ભોજરાજનું જિનાલય ઃ- (શ્રી સંભવનાથ ભગવાન - ૨૫ ઇંચ)
આ જિનાલય કચ્છ-માંડવીના વીશા ઓસવાળ શા.માનસંગ ભોજરાજે બંધાવેલ હતું. જેમાં મૂળનાયક તરીકે શ્રી
Jain Edu
૯૬
EITY.3]