________________
[ 2 ] ગોવિંદદાસ કાંટાવાળાના આગ્રહથી શીલવતીને રાસ પ્રસિદ્ધિ પામે. આ રાસની પ્રસિદ્ધિ પછી જૈનેતર વિદ્વાનું કંઈક લક્ષ્ય જૈન ગૂજરાતી સાહિત્ય પ્રતિ આકર્ષાયું. તે પછી મુંબાઈમાં ભરાયેલ ગુજરાતી સાહિત્ય પરિષહ્માં રા, મનસુખ કિરતચંદ મહેતાને “ગૂજરાતી ભાષામાં જૈન સાહિત્યને ફાળે” એ નિબંધ વંચાયાથી ગૂજરાતી સાહિત્યમાં જૈનોનો આટલે મે અદ્વિતીય ફાળો અસ્તિત્વ ધરાવે છે, તે સાંભળી આશ્ચર્ય પામ્યા. પ્રાચીન ગુજરાતી સાહિત્ય વિષે આટલે પ્રકાશ પડ્યા છતાં પણ જૈનેતરની માફક જૈનેને કઈ રાજા કે કોઈ સંસ્થા તરફથી મદદની અસંભવતાથી સાહિત્ય કંઈ પ્રકાશમાં આવી શકયું નહીં. પહેલાં એ તે લખાઈ ચૂકયું છે કે જેનસમાજ વ્યાપારપ્રધાન હૈઇ તેઓનું તે પ્રતિ દુર્લક્ષ્ય તે હતું જ. તેમ સાધુઓને પણ સંસ્કૃત કે પ્રાકૃત સાહિત્ય જેટલું ગુજરાતી સાહિત્ય વિષે અભિમાન નહોતું. તેથી જૈનસમાજ ગૂજરાતી સાહિત્યના મેટા ખજાનાની માલિકી ધરાવવા છતાં પણ ભાષા કે તિહાસ તત્ત્વના સંશોધકોની આશાઓ તૃપ્ત કરી શકે નહીં. દિવસે દિવસે માસિકોમાં, વર્તમાનપત્રોમાં અને સાહિત્ય પરિષદમાં જૈનેતરે દ્વારા પિતાના ગૂજરાતી સાહિત્ય વિષે થતા પ્રયત્નોથી કેટલાક જૈન વિદ્વાનેના હદયમાં પોતાનું પ્રાચીન ગુજરાતી સાહિત્ય પ્રકાશિત કરવા ઉત્કટ ઇચ્છા ઉત્પન્ન થઈ, દરમ્યાન રા. રા. મનસુખલાલ રવજીભાઈ દ્વારા રાયચંદ્ર જૈન કાવ્યમાળાને બે ગુચ્છકો પ્રકાશિત થયા. તે પછી વિદ્વાન ભગુભાઇ કારભારીના પ્રયત્નથી શ્રીમાન શેઠ દેવચંદ લાલભાઈના પુસ્તકોદ્ધારના ફડના કાર્યવાહકેનું ધ્યાન ખેંચાયું. તે પુસ્તકેદ્ધાર ફડ દ્વારા અત્યાર સૂધીમાં છ ભાગે બહાર પડી ચૂક્યા છે, તે પછી તે પણ કંઇ અમિત થઈ આરામ લેતું હોય તેમ જણાય છે.
ઉકત રેખા દર્શનાનુસાર સાહિત્ય જેમ જેમ પ્રકાશમાં આવતું ગયું. તેમ તેમ વિદ્વાનોના ભાષાસ્વરૂપાદિ સંબંધી અનેક શંકિત પ્રશ્નોનો ઉકેલ આવો ગમે અને અગાઉ દ્રઢ કરી રાખેલ મંતવ્યને ફેરવવાં પડ્યાં. પહેલા કેટલાક વિદ્વાને સાહિત્યમાં જૈન સાહિત્ય” એવું ભિનું નામ આપતા (ટુંક દ્રષ્ટિમાં), તેમનું ભાષાસ્વરૂપ પણ ભિન્ન ગણતા. પરંતુ જેમ જેમ પ્રકાશિત સાહિત્યનું અધ્યયન-અવલેકન હિંગત થતું ગયું તેમ તેમ તે વિચાર ફેરવાતા ગયા. આ વિષે રા. ૨. મંજુલાલ જમનારામ દવે એમ. એ. ગુજરાતી પાંચમી સાહિત્ય પરિષદૂમાં “પ્રાચીન અને અર્વાચીન કાવ્ય” એ નિબંધમાં જણાવે છે કે “જન સાધુએ પિતાના ગચ્છથી સંરક્ષિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org