________________
[૨] આ સ્થલે જણાવવું સમુચિત લેખાશે કે-આ “કાવ્ય સંચય ના મૂલ કાવ્ય-વાસોનું સંશોધન અને કેટલેક રાસ-સાર શ્રીમ જિનવિજ્યજીએ કરેલ છે. કેટલેક રાસ-સાર વકીલ મોહન લાટું દલીચંદ દેશાઈ બી. એ. એલ એલ બી. એમણે તથા વકીલ કેશવલ ૧૯ પ્રેમચંદ મોદી બી. એ. એલ એલ બી. એઓએ તથા ઉપઘાત પરિશિષ્ટ સાથે કેટલેક રાસ-સાર છોટાલાલ મગનલાલ શાહ અને અંતિમ ભાગ (પૃ. ૧૧૩ થી ૧૭૬) પંડિત લાલચંદ્ર ભગવાનદાસ ગાંધીએ તૈયાર કર્યો છે. અત એવ તેમને ધન્યવાદ ઘટે છે. - પિતાને અનેક કાર્ય વ્યવસાય અને ઉપાધિ છતાં આ કાર્ય પૂર્ણ કરવા તરફ લાગણથી લક્ષ્ય રાખી, નિઃસ્વાર્થભાવે પિતાના અમૂલ્ય સમયને ભેગ આપી આ ગ્રંથને મહત્વપૂર્ણ અવશિષ્ટ ભાગ તૈયાર કરવામાં અને સંશોધનાદિમાં સાહિત્યપ્રેમી પંડિત લાલચંદ્ર ભગવાનદાસ ગાંધીએ જે સ્તુત્ય પરિશ્રમ કરી અહને નિશ્ચિત્ત બનાવ્યા છે, તે બદલ પુનઃ તેમને અંતઃકરણથી આભાર માનવાનીકૃતજ્ઞતા પ્રદર્શિત કરવાની અહારી ફરજ વિચારીએ છીએ.
ઈતિહાસરસિક સાહિત્યપ્રેમી સને આ ગ્રંથનું અવલોકન કરી ગ્ર થકારોના, સંશોધકેના અને પ્રકાશકના પરિશ્રમને સફલ કરે અને આવાં અન્ય કાર્યો પ્રકાશિત કરવામાં તેમને પ્રેત્સાહિત કરો. એવી અભ્યર્થના કરી વિરમીએ છીએ.
વિરસં. ૨૪પર અક્ષયતૃતીયા
-પ્રકાશક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org