SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૪૭) સંધપતિ સમરસિંહ. સંઘ સાથે સુગુરુની પાસે રહેલા દેસલે આદિજિનની સામે રહી - હાથમાં આરતી રાખી આરતી ઉતારી, તે વખતે આરતી, તીર્થમાલ. ' સાહણ અને સાંગણ બે પુત્રો બે બાજૂએ ચામરધારી બન્યા હતા. સામંત અને સહજપાલ એ બન્ને પુત્રે હાથમાં શ્રેષ્ઠ ભંગાર ધરી રહ્યા હતા. ભક્તિમાન સમરાશાહે પિતાના પગથી આરંભ નવે અંગેને ચંદનનાં તિલકથી પૂજ્યાં, ચંદનતિલકવાળા લલાટમાં અખંડ અક્ષત ચડયા, પિતાને પુષ્પમાલા પહેરાવી. બીજા પણ સંઘના પુરુષોએ સાહ(દેસલ)ના પદ અને લલાટમાં તિલક કરી, આરતી પૂછ તેના કંઠમાં માલા નાખી હતી, સુવર્ણવૃષ્ટિ કરી હતી. જિબેંકના ગુણ ગાનાર ગવૈયાઓને સમરાશાહે સેનાનાં કંકણે, ઘેડા અને વસ્ત્રાના દાનથી પ્રસન્ન કર્યા હતા. દેસલે આદિદેવની આરતી કરી, પૂછ પ્રણામ કરી મંગલદી લી. દ્વારભટ્ટ(બારેટ), ભાટ વિગેરે યુગાદીશ્વરની ગુણાવલી ભણતા હતા, બંદીજને સલ અને સમરાશાહિની કીતિ ઉચ્ચરતા હતા. સમરશાહે હર્ષથી રૂપું, સોનું, રત્ન, ઘેડા, હાથી, વસ્ત્ર વિગેરે દાન બારોટ વિગેરે ભાટને આપ્યું. વાગતાં વાજિંત્ર સાથે દેસલે કપૂર સળગાવી મંગલદી ઉતાર્યો. સંઘ સાથે શકસ્તવથી આદિજિનની સ્તુતિ કરી, સિદ્ધસૂરિ પણ શકતવ પછી સ્તવન( અમૃતાષ્ટક)થી સ્તુતિ કરી દેસલશાહ સાથે પાછા આવ્યા. પાંચ પુત્રોએ પણ એવી રીતે સંઘ સાથે આરતી ઉતારી. એવી રીતે આદિનાથજિનની પ્રતિષ્ઠા કરી પુત્રો અને સંઘ સાથે , દેસલશાહે નાચ કરી વિજ્ઞપ્તિ કરી કે પ્રત્યે ન્યૂ વિજ્ઞપ્તિ, પુનઃ પુનઃ દર્શન દેજે ” યુગાદિદેવની એવી રીતે રજા લઈ દેસલ કાદિયક્ષના સ્થાને આવ્યા. માદક, નાલિયેર, લાપશી વિગેરેથી યક્ષને પૂછ, ચક્ષના મંદિર અપૂર્વ १ चन्दनस्य पितुः पादावाराभ्याथ नवाप्यसौ । अङ्गानि तिलकैः साधुभक्तिमनायत् स्मरः ॥ નાભિનંદને દ્વાર પ્રબંધ (પ્રસ્તાવ ૫, શ્લે. ૮૧૮) પૂર્ણાહુતિ - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy