SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ શસસાર (૧૪૦) સં. ૧૩૭૧ માં થયેલ આ તીર્થોદ્ધાર જ્યાં સુધી ગગનમાં સૂર્ય-ચંદ્ર છે, ત્યાં સુધી યાવચ્ચન્દ્ર-દિવાકર નંદ-જયવંત વર્તે. પ્રબંધકાર પાંચમા પ્રસ્તાવમાં જણાવે છે કે પ્રભાતમાં પાદ લિપ્ત( પાલિતાણા )પુરનિવાસી પાશ્વજિનને શત્રુંજયની યાત્રા પ્રણામ કરી, તીર પર રહેલ વીરજિનને પૂછ સં. દેસલ પર્વત સમીપ ગયા. ત્યાં તેમનાથ પ્રભુને પૂછ સિદ્ધસૂરિ સાથે ગિરિરાજ પર ચડ્યા. પર્વત પરનાં વૃક્ષ, પક્ષીઓ, નિઝરણાં વિગેરેનો મનેહરતા નિહાળતાં ત્રણે પુત્રો સાથે ચડતાં પ્રથમ પ્રવેશે યુગાદીશ્વરની માતા(મરુદેવી)નાં દર્શન કરી, પુછ શ્રી શાંતિનાથના ચિત્યમાં ગયા. ત્યાં પૂજા કરી સં. દેસલે સંઘ સાથે આદિનાથ વિગેરે જિનેની પૂજા કરી પિતે ઉદ્ધરેલી કાદિયક્ષની મૂતિનાં દર્શન કર્યા. ત્યાં રહી સંઘ સાથે સંઘપતિ દેસલ ફરકતી દવાઓવાળા ચૈત્યને એક દષ્ટિથી જ જોતા અનુક્રમે યુગાદિજિનના સિંહદ્વારે ગયા. ત્યાં રહી સુગાદિદેવનાં દર્શન કરી દેસલશાહે હર્ષથી ધન, સોનું, વસ્ત્ર, મોતી, આભૂષણ વિગેરેની વૃષ્ટિ કરી. ત્યાર પછી મંદિરમાં પ્રવેશ કરી પોતાના કરાવેલ આદિજિનને વંદન કરવામાં ઉત્કંઠિત ચિત્તવાળા સંધપતિ દેવલશાહ ભૂમિ પર ઉઠન કરતા યુગાદિનાથ સમીપે ગયા–સર્વાગે ભેટ્યા. આદીશ્વરને ભક્તિથી પ્રણામ કરી, તે લેખ્યમૂતિને પુષ્પથી પૂછ પ્રદક્ષિણ આપતાં કેટકેટિ-ચૈત્યમાં રહેલ અહં તેને પૂજ્યા. સં. જેસલે પાંડેની પાંચ મૂર્તિને તથા કુંતીને પૂજ્યાં, રાયણઝાડ નીચે રહેલ યુગાદિજિનની પાદુકા પૂજી, પિતે કરાવેલી લેકને આશ્ચર્ય પમાડનારી મયુરભૂતિનાં દર્શન કરી હષિત થતાં મોતી, સોનું, વિભૂષણ વિગેરેની વૃષ્ટિ કરી. “રાયણ પણ આદીશ્વરના તીર્થમાં જે ઉગેલ હતી, તે તે પ્રમાણે જ છે” એવા વિચારથી દર્શન કરતા દેસલશાહની પરમભક્તિ જોઈ રાયણુ અમૃતસમાન દૂધ ઝરતી હતી. મહોત્સવ કરી, યાચકોને વસ્ત્રાદિ દાન આપી, ૨૨ તીર્થકરને પૂછ, સર્વ તરફ પ્રદક્ષિણા કરી, આદીવરને પ્રણામ કરી પુત્રો સાથે પોતાના આશ્રમે ગયા, પ્રતિષ્ઠા કરાવવા જલ્દી ઉદ્યમી થયા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy