SearchBrowseAboutContactDonate
Page Preview
Page 458
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૩૫) સંધપતિ સમરસિંહ, કરી શકે તેવા યમદારક (જમાદાર) માગ્યા. ખાને પણ વીર ધીર મુખ્ય દસ મહામી સંઘરક્ષા માટે આપ્યા. તેઓને અને પાછળ રહેલા સંઘને લઈ સમાશાહ સંઘનાયક નિર્દોષ સંઘમાં મલ્યા. રાસકાર છઠ્ઠી ભાષામાં ચાર કડીથી સંઘ-પ્રયાણનું વર્ણન કરતાં કહે છે કે શંખ વાગ્યા, અસંખ્ય નાદથી કાયરે ખળભળ્યા. ઘોડે ચીને સેલ્લાર રાજપૂત અસ્વાર સજજ થયા. દેવાલય વેગથી ચાલતાં ઘુઘરીઓના અવાજ થતા હતા. સમ વિષમ કેઈ ગણતું નહિ, કઈ વાર્યો રહે નહિ. વાહિની બહુ વેગથી ચાલતાં ધરણી ધડકતી હતી, ધૂલ ઊડતી હતી, માર્ગ સૂઝતું ન હતું. ઘેડ હણહણતા હતા. ઊંટ અવાજ કરતા હતા, બેલ વેગથી ચાલતા હતા. સાદ કર્યો સંભળાતું ન હતું, તેથી બીજો માણસ બેલ-જવાબ દઈ શકતે નહિ. રાત્રે જેમ તારાગણ ઉગે હેય તેમ દીવીઓ ઝલહલતી હતી. પાયદલને પાર પામી શકાતું ન હતું. સુખાસન(પાલખી) વેગથી ચાલતું હતું. બુદ્ધિવંત બહુ પુણ્યવંત પરિકર્મમાં અતિનિશ્ચલ દેસલશાહ આગેવાન થઇ સંચરતા હતા. પાછેવાન તરીકે સેમસિંહ-સા. સહજાને પુત્ર સાંગણશાહ-લૂણિગના પુત્ર સમછથી યુક્ત થઈ ચાલતા હતા. સમરાશાહ અસવારમાં પિતાની જેડ કરી ઘેડ પર ચડી ચારે તરફ હડતા હતા અને સંઘને જે અસુખકર હયતે જોતા હતા–તપાસ કરતા હતા, પ્રબંધકાર જણાવે છે કે-દેસલશાહ સુખાસનમાં આરૂઢ થઈ દેવાલયના માર્ગદર્શીની જેમ આગળ ચાલતા હતા. સેમસિંહસહજપાલને પુત્ર સંઘની પાછળ રક્ષા કરતા હતા. સમરાશાહ શ્રેષ્ઠ ભેજન આચ્છાદનેથી શ્રાવકની ન્યૂનતા દૂર કરતા હતા, અને સેલ્લાર અસ્વારથી તરફથી પરવારેલા, તેઓ છત્રથી વિભૂષિત થઈ, અશ્વરના પર આરૂઢ થઈ સંઘની રક્ષા કરતા હતા. વાજિંત્રેના નાદ સાથે ગમન થતું હતું. માર્ગમાં ગામના ઠાકોર સમરાશાહને આવેલા જોઈ દહીં, દુધ વગેરે ભેટ ધરતા હતા. ગામે ગામના ધામિક સંધ દેસલ સં૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy