SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ વિજયસેનસૂરિ અને ૧૫૦ને પતિપદ આપ્યા. જયારે શંત્રુજયગિરિની યાત્રા પિતાના પટ્ટધર સાથે કરી, ત્યારે સંધાતે સાડાત્રણસે મુનિઓ હતા. સેરઠમાં ચાર માસાં ગાળ્યાં. ગિરનારની યાત્રા કરી, કપીતાન, ( કૅપ્ટન ) કાજી, તથા પાદરીઓ અને ફિરંગીઓના તેડવાથી દીવ પહોંચ્યાજામનપ, ગુરૂના દર્શનથી, હર્ષ પામ્યું હતું. શંખેશ્વર વિહાર કરી, અમદાવાદ આવી ત્યાં બેને ગણધર–આચાર્ય બનાવી ત્યાં સંઘમાં વિરોધ હતે તે દૂર ક્યાં. રાજનગરથી અનુક્રમે સેજિત્રે આવ્યા. ત્યાં જેઠ વરિ ૧૦ મી સુધી શરીર સ્થિતિ સારી હતી, ધ્યાનમાં તાન હતું. ત્યાંથી નારિ (નારિંગપુર) નગરમાં ગયા. અહીં શરીર પ્રકૃતિ બગડી. ત્યાંથી અકબરપુરામાં ( ખંભાતના ) લઈ જઈ સં. ૧૬૭૧ માં ઉપાશ્રયમાં મધ્યરાત્રે પધરાવ્યા. ( બીજા રાસમાં એમ જણાવ્યું છે કે સં. ૧૬૭૨ માં ખાંભનગર ( ખંબાત) ના અકબરપુરમાં ચાતુમસ કર્યું) અને ત્યાં તેને અકબરપુરમાં જેઠ વદિ ૧૧ રવિવારના દિવસે સવારે વિજયસેનસૂરિ સ્વર્ગસ્થ થયા. આ મામલે નદિવિજય ઉપાધ્યાય, કીર્તિવિજય પંડિત, બે રામવિજય, તિરય આદિ વૈયાવચ્ચ કરવા હાજર હતા. | શબને કથા પંચભાતિ વસ્ત્ર પહેરાવી સત્તર ખંડની માંડવીમાં પધરાવી અદ્મિસંસ્કાર કર્યો. આ વખતે ખંભાતના સંઘે શ્રીપૂજ્યના અને પૂજણ નિમિત્તે બે હજાર મહમુદી (રૂપિયા) વાપર્યા. ૪૦ મણ સુખડી વહેચી. અગ્નિસંસ્કારમાં બે મણું ( ત્રણ મણ ), અગર, અધમણ કેસર વાપર્યા. સર્વ મળી આઠ હજાર મહેર વાપરી. આ વખતે ખંભાતના સંઘમાં અગ્રણી કુંવરજી ગાંધી, એમાશાહ, સેમકરણ સઘવી વગેરે હતા. આ અગ્નિ સંસ્કાર ભૂમિ ઉપર સેમા શાહે એક શુભ (ઘંભ) રથા. આ શુભને ભેટવા જુદા જુદા દેશમાંથી સંઘના અનેક જને આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy