SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ પં. ન્યાયસાગર, પં. મણિસાગર, ઉદયસાગર, ધીરસાગર, અને જયસાગર નામના ચાર શિષ્ય તેમની સેવામાં નિરત હતા. આવી જાતની ચતુર્વિધ સંઘવડે કરાયેલી સારવાર સાથે છેવટે જ્યારે અંતસમય નજીક આવ્યા ત્યારે ન્યાયસાગરજીએ ચ્યાર શરણનું સ્મરણ કરી અણસણ ઉચયું અને બધા સંઘને અંતિમ શિખામણ અને હિતોપદેશ આપી સંવત્ ૧૭૯૭ ના ભાદ્રવા વદી અષ્ટમીના પ્રાતઃકાલે તેમણે દેહત્યાગ કર્યો. નવમી ઢાલમાં, રાસકાર, અમદાવાદના કેટલાક આગેવાન શ્રાવકેના નામ આપે છે અને તેમણે આબર પૂર્વક ન્યાયસાગરજીના શબને કદમપુરાની વાડીમાં, અગ્નિ સંસ્કાર કરી ત્યાં સ્તપ બનાવી તેમાં ચરણ સ્થાપના કરી, એટલું જણાવી ઢાળની અને સાથે ચરિત્રની સમાપ્તિ કરે છે. દશમી ઢાળ, ચરિત્ર નાયક અને રાસકર્તાની ગુરૂ પરંપરા જણવવા અર્થે રચવામાં આવી છે. અત્રે એ જણાવવું આવશ્યક છે કે, પ્રથમ જે પ્રતિ ઉપરથી આ રાસ મુદ્રિત કરવામાં આવ્યું છે તે પ્રતિ પ્રવર્તકજીના શાસ્ત્ર સંગ્રહમાંની હતી અને લિપિ ઉપરથી જીર્ણજ જણાતી હતી. પરંતુ, તેનું એક અંતિમ પત્ર અનુપલબ્ધ હતું અને તેના લીધે પ્રશસ્તિવાળી ઢાળને કેટલેક ભાગ અપૂર્ણ જ છપાવવો પડે. પછીથી કાર્ય પ્રસંગે જ્યારે હું (સંપાદક) છાણું મુકામે ગયે, ત્યાં ત્યાંના જ્ઞાનમંદિરમાં સંરક્ષિત પંન્યાસશ્રીઆમુંદસાગરજી-હવે શ્રીસાગરાનન્દસૂરિ–ના શાસ્ત્રસંગ્રહમાં તપાસ કરતાં આ રાસની પ્રતિ ઉપલબ્ધ થઈ આવી. આ પ્રતિ સંપૂર્ણ છે અને તેમાં છેવટને ભાગ પણ મજુદ છે તેથી એ આખી ઢાળ અત્રે આપવી આવશ્યક છે. તપગચ્છમાંહિ અધિકવિરાજે, આનંદવિમલસૂરિ ગાજે રે; તે સમે તે જાણે, વિઝાય શ્રીવિદ્યાસાગર મનિ અPરે. ૧ ભવિયણ ભાવ ધરીને વદ, આંકણ. છઠ છઠ આંબિલને તપ કીધે, સ્વર્ગ તણાં સુખ લીધાં રે. આ ગયે છીએ ભાઇ મળી છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy